ફ્રાન્સમાં રફાલની ભારતીય ટીમની ઓફિસમાં અજાણ્યા શખ્સોની ઘૂસણખોરી, એરફોર્સ એલર્ટ


નવી દિલ્હી, તા. 22 મે, 2019, બુધવાર

લોકસભાની ચૂંટણી દરમિયાન રફાલ સોદો બહુ ચર્ચામાં રહ્યો છે, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આ મામલો ઉઠાવતા આવ્યા છે. જોકે હવે ચૂંટણી પુરી થઇ ગઇ છે ત્યારે રફાલ મુદ્દે ફ્રાન્સમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવા અહેવાલો છે કે ફ્રાન્સમાં રફાલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમમાં ઘૂસણખોરીના પ્રયાસો થયા છે.

 જેને પગલે આ ઘટના બાદ ભારતીય એરફોર્સ પણ એલર્ટ થઇ ગયું છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં રફાલ વિમાન ભારતીય એરફોર્સમાં સામેલ થવા જઇ રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે લાંબા સમયથી રફાલને લઇને બહુ આક્ષેપો થઇ રહ્યા છે.

આ પરિસ્થિતિ વચ્ચે હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે રફાલ સોદાની સાથે ફ્રાન્સમાં જે ટીમ સંકળાયેલી છે તેમની ઓફિસમાં કોઇ શંકાસ્પદ ઘુસણખોરીની ઘટના ઘટી છે. 

હાલ આ રફાલ પ્રોજેક્ટ ટીમની આગેવાની કેપ્ટન રેંકના એક ગુ્રપને સોપવામાં આવી છે. જેને રફાલ વિમાનની દેખરેખ અને પ્રોજેક્ટ સંબંધી અન્ય જાણકારી રાખવાની જવાબદારી સોપવામાં આવી છે.

આ ઉપરાંત રફાલ વિમાન ફ્રાન્સ ભારતને સોપવાનું છે તેની દેખરેખ રાખવા માટે એક વિશેષ ટીમને તાલીમ આપવામાં આવી રહી છે. ૨૦૧૬માં ભારતે ફ્રાન્સ સાથે ૫૯,૮૦૦ કરોડ રૃપિયાનો રફાલ સોદો કર્યો છે. આ સોદા અંતર્ગત ફ્રાન્સ ભારતને ૩૬ રફાલ વિમાન સોપશે.

જ્યારે બીજી તરફ એવા અહેવાલો છે કે ફ્રાન્સમાં રફાલની ઓફિસમાં કેટલીક શંકાસ્પદ ઘટનાઓ સામે આવી રહી છે. અહીં કોઇએ ઓફિસમાં પ્રવેશ કરીને ફાઇલો સાથે ગડબડ કરી હોવાના આરોપો થઇ રહ્યા છે. હાલ ઇન્ડિયન એરફોર્સ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરાઇ રહી છે. 

આ અહેવાલો ત્યારે સામે આવી રહ્યા છે જ્યારે સમગ્ર દેશમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે અને હવે ૨૩મીએ પરીણામ જાહેર થવાના છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રફાલનો મુદ્દો ચૂંટણી પ્રચારમાં વારંવાર ઉઠાવ્યો છે. અને નરેન્દ્ર મોદી પર ભ્રષ્ટાચારના આરોપો લગાવી ચોકીદાર ચોર છે તેવા સુત્રો પણ પોકાર્યા હતા.

 આ પરિસ્થિતિ વચ્ચે હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ફ્રાન્સમાં રફાલની જે ઓફિસ છે ત્યાં કોઇ શંકાસ્પદ ઘટના ઘટી રહી છે. હાલ ફ્રાન્સ પ્રશાસન દ્વારા આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જોકે શું માહિતી ચોરવામાં આવી કે આ ઘુસણખોરીનો હેતુ શું હતું તેની તપાસ જારી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JxupF7
via Latest Gujarati News

Post a Comment

0 Comments