મમતાના કાર્યકરોએ ભાજપના ઉમેદવારને મઠમાં ઘૂસીને બનાવ્યા બંધક

કોલકત્તા, તા.11 મે 2019, શનિવાર

પશ્ચિમ બંગાળમાં જાણે કાયદો અને વ્યવસ્થાનુ અસ્તિત્વ જ ના હોય તેવી સ્થિતિ ચૂંટણી દરમિયાન જોવા મળી રહી છે.

આ પ્રકારના માહોલની વચ્ચે પશ્ચિમ મિદનાપુરમાં ભાજપના લોકસભાના ઉમેદવાર ભારતી ઘોષને શુક્રવારે મોડી રાતે એક સ્થળે તૃણમુલના કાર્યકરોએ બંધક બનાવી લીધા હતા.

એ પચી પોલીસ કાફલાએ સ્થળ પર પહોંચીને ભારતી ઘોષને મુક્ત કરાવ્યા હતા.ભારતી ઘોષ વૈકુંઠપુર નામના વિસ્તારના એક મઠમાં 30 જેટલા લોકો સાથે મિટિંગ કરી રહ્યા હતા ત્યારે મઠનો ગેટ તોડીને ઘુસી ગયેલા ગુંડાઓએ ભાજપ સમર્થકો પર હુમલો કર્યો હતો.એ પછી મઠ સમરાંગણમાં ફેરવાઈ ગયો હતો.

બંને પક્ષો વચ્ચે મારામારી પણ થઈ હતી.ભાજપે હુમલો કરનાર તૃણમુલના કાર્યકરો હોવાનો આક્ષેપ મુક્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30byLXs
via Latest Gujarati News

Post a Comment

0 Comments