નવી દિલ્હી, તા.11 મે 2019, શનિવાર
પુલવામાના આતંકી હુમલા બાદ ભારતે સીમા પર સતત રાખેલા દબાવ અને કાર્યવાહીના કારણે ગભરાયેલા પાકિસ્તાને ભારત સમક્ષ વાતચીત કરવા માટે ઓફર કરી છે.
બંને દેશની સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ એક બીજાના સંપર્કમાં છે. જે દરમિયાન પાક તરફથી ઉપરોક્ત ઓફર આવી છે. પાકિસ્તાને સરહદની બંને તરફ તૈનાત તોપો હટાવી લેવાય તેવો પણ પ્રસ્તાવ મુક્યો છે.
ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલા બાદ ભારતે એર સ્ટ્રાઈક કરી હતી. એટલુ જ નહી અંકુશ રેખા પર પાકિસ્તાન દ્વારા થતા દરેક અટકચાળાનો સેના જડબાતોડ જવાબ આપી રહી છે.
ભારતે સરહદની સાથે સાથે પાકિસ્તાન પર રાજકીય દબાણ પણ વધાર્યુ છે. આતંકવાદના મુદ્દે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ જેવા દેશો ભારતનુ સમર્થન કરી રહ્યા છે.
સેનાનુ એમ પણ કહેવુ છે કે, સરહદની બીજી તરફ પાકિસ્તાનના આતંકવાદીઓના લોન્ચ પેડ પણ હાલમાં તો ખાલી પડેલા છે. પાકિસ્તાને આતંકવાદીઓની ઘૂસણખોરી હાલ પુરતી બંધ કરી દીધી છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VsaJJb
via Latest Gujarati News
0 Comments