AAPના ઉમેદવારના પુત્રનો દાવો, મારા પિતાએ ટીકિટ માટે 6 કરોડ આપ્યા


નવી દિલ્હી, તા. 11 મે 2019, શનિવાર

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં દિલ્હીની તમામ સાતેય સીટો પર મતદાન થવાનું છે પરંતુ તે પહેલા પશ્ચિમ દિલ્હીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર બલબીર સિંહ જાખડના પુત્ર ઉદય જાખડે ચોંકાવનારો આરોપ લગાવ્યો છે કે તેમના પિતા બલબીર સિંહ જાખડે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લોકસભા સીટ માટે 6 કરોડ રૂપિયા આપ્યા છે.

ઉદયે કહ્યું કે, તેમણે પોતાના પુત્રના અભ્યાસ માટે રૂપિયા નહી પણ ટિકીટ માટે કરોડો રૂપિયા આપ્યા. દિલ્હીમાં મતદાને હવે ગણતરીના કલાકો જ બાકી છે તેવા સમયે ઉદય જાખડે આવો દાવો કર્યો છે. તેણે કહ્યું, મારા પિતા 3 મહિના પહેલા રાજકારણમાં આવ્યા, મારી પાસે પુરતા પુરાવા છે કે તેમણે આ ટીકિટ માટે પૈસા આપ્યા.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JDNk0p
via Latest Gujarati News

Post a Comment

0 Comments