વર્ષ દરમિયાન એક પણ વાર વિમાનમાં નહી બેસનારાને વધારાની ત્રણ રજા


છેલ્લા કેટલાક વર્ષોથી પ્લેનના ભાવમાં ઘટાડો થયો છે આથી વધુને વધુ લોકો પ્રવાસ કરતા થયા છે. પરંતુ તેનાથી વધતા કાર્બન ઉત્સર્જન અંગે કોઇ વિચાર કરતું નથી. કાર્બન ફૂટ પ્રિન્ટની નોંધ લેવી એ તો પર્યાવરણવાદીઓનો જ વિષય બની ગયો છે. આથી જર્મનીની એક કંપનીએ તેના કર્મચારીઓ માટે નવતર પ્રયોગ કર્યો છે 

જેમાં વર્ષ દરમિયાન એક પણ વાર વિમાનમાં નહી બેસે તેને 30 હકક ઉપરાંત વધારાની 10 ટકા એટલે કે 3 રજા આપવાની ઓફર કરી છે.નવાઇની વાત તો એ છે કે કંપનીની મહિલા સીઇઓ પણ વેકેશનમાં ફરવા જાય ત્યારે વિમાનના સ્થાને ટ્રેનમાં બેસવાનું પસંદ કરે છે. જો કે ટ્રેનમાં ઘણી વાર ભાડુ વધારે આપવું પડે છે અને ખર્ચ પણ વધારે થાય છે તેમ છતાં પર્યાવરણ બચાવવાનો એક સકારાત્મક મેસેજ આપવા માટે આ જરુરી હોવાનું માને છે. 

આ એક પોલીસી છે જેનાથી કંપની કે પર્યાવરણને ફાયદો થવાનો નથી. પરંતુ તેની પાછળ રહેલી સમજ અને ભાવના મહત્વની છે. આ એક એવી તરકિબ છે જેનો મોટા પાયા પર જો કંપનીઓ અમલ કરે તો પર્યાવરણને બચાવી શકાય છે. એક માહિતી મુજબ વિશ્વમાં કોઇ પણ સમયે 20 લાખ લોકો હવાઇ સફર કરતા હોય છે.

 એર ટ્રાવેલ્સ કંપનીઓમાં ખાનગીકરણ થયા પછી પ્રવાસીઓને આકર્ષવા માટે હરિફાઇ રહેતી હોવાથી સસ્તા ભાડાની ઓફર થતી હોવાથી એર ટ્રાવેલિંગ વધી રહયું છે.એક સમયે એક દેશથી બીજા દેશ જવા માટે  આંતરરાષ્ટ્રીય ફલાઇટસમાં લોકો મુસાફરી કરતા હવે એક શહેરથી બીજા શહેર જવા માટે ડોમેસ્ટીક મુસાફરી પણ વધતી જાય છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QzY0yd
via Latest Gujarati News

Post a Comment

0 Comments