
(પીટીઆઇ) ન્યુયોર્ક, તા. 3 મે, 2019, શુક્રવાર
અમેરિકામાં દર્દીઓને નશાયુક્ત પેનકિલર અને દવાઓ લખવાના બદલામાં લાંચ આપવાના આરોપસર યુએસની એક દવા ઉત્પાદક કંપનીના ૭૬ વર્ષના ભારતીય મૂળના વડાને દોષિત જાહેર કરાયો હતો.
આના પરિણામે આખા દેશમાં અફીણની અછત ઊભી થઇ હતી અને છેલ્લા બે દાયકામાં સેંકડો લોકોના મોત થયા હતા. એરિઝોના રાજ્યના ચાન્ડેલેર શગેરસ્થિત ઇન્સીસ થેરાપ્યુટિક્સ દવા બનાવતી કંપનીનો માલિક નાથ કપુરને બોસ્ટનની એક જ્યુરીએ દોષિત જાહેર કર્યો હતો.
એક સમયનો અબજોપતિ કપુર અને ચારની સાથે બુધવારે દોષિત જાહેર કરાયો હતો.તમામને ૨૦ વર્ષની સજા થઇ શકે છે.કપુર અને તેમના સાથીઓને ફેડરલ સરકાર દ્વારા રાષ્ટ્ર વ્યાપી લાંચ રેકેટ ચલાવવાનો આરોપ હતો.
ભારતમાં જન્મેલા કપુરે ૧૯૯૦માં ઇન્સીસ થેરાપ્યુટિકની સ્થાપના કરી હતી. ૨૦૧૨થા ૨૦૧૫ વચ્ચે ઇન્સીસે અફીણયુક્ત દવાઓ લખવા ડોકટરોને લાંચ આપી હતી અને પછી વીમા કંપનીઓ સમક્ષ જુઠ બોલ્યું હતું કે આ મોંઘી પેનકિલર દવાને પણ વીમામાં આવરી લેવાશે.
ફરિયાદ પક્ષે દાવો કર્યો હતો કે ઘણી વખતે લાંચ લેનાર ડોકટરો સબ્સીસ દવા લખી આપતા જે ગંભીર કેન્સરની સારવાર માટે વપરાય છે, ખરેખર દર્દીઓને તેની જાણ પણ કરતાં નહતા. આ દવાને ૨૦૧૨માં યુએસ ફુડ એન્ડ ડ્રગ એડમિન. દ્વારા માન્ય રાખી હતી જે માત્ર કેન્સરના દર્દીઓને આપી શકાય છે.
આ પ્રકટિસના કારણે કપુરની કંપનીની દવાઓના વેચાણમાં વધારો થઇ ગયો હતો.રાષ્ટ્ર વ્યાપી ઓપિઆડ એપિકડેમિક માટે દવા બનાવતી કંપનીના ટોચના અધિકારીને મળેલી સજામાં કપુરનો સમાવેશ થાય છે.
સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન અનુસાર નશાયુક્ત દવાના કારણે છેલ્લા બે દાયકામાં ચાર લાખ લોકો માર્યા ગયા હતા.૨૦૧૭માં ઓપિઆડના ઓવરડોઝના કારણે આશરે ૪૮૦૦ લોકોના મોત થયા હતા.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WqNdss
via Latest Gujarati News
0 Comments