નવી દિલ્હી, તા 28 મે 2019, મંગળવાર
લોકસભા ચૂંટણીમાં ધરખમ વિજય મેળવીને ભાજપ અને સાથી પક્ષો ફરી સરકાર બનાવવા જઈ રહ્યા છે ત્યારે આ વખતે પીએમ મોદીના વિશ્વાસુ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ અમિત શાહને કેબિનેટમાં મહત્વનુ સ્થાન મળી શકે છે.
જો અમિત શાહ કેન્દ્રીય મંત્રી બને તો ભાજપ અધ્યક્ષ કોણ બનશે તેની ચર્ચા પણ શરુ થઈ ગઈ છે.ગુરુવારે મોદી કેબિનેટમાં કોણ છે તે શપથ ગ્રહણ સમારોહ ટાણે સ્પષ્ટ થઈ જશે.
જો અમિત શાહ તેમાં હશે તો એક વ્યક્તિ, એક પદ...ના સિધ્ધાંત પર કામ કરતી ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ખુરશી ખાલી પડી શકે છે.તેવા સંજોગોમાં નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે સૌથી વધારે ચર્ચા જે પી નડ્ડા અને ધર્મેન્દ્ર પ્રધાનના નામની ચાલી રહી છે.
હાલમાં આ બંને નેતાઓ મોદી સરકારમાં કેબિનેટ મંત્રી છે.જોકે અમિત શાહની જગ્યાએ રાષ્ટ્રીય અધ્યક્ષ કોઈ પણ બને પરંતુ એક વાત નક્કી છે કે, અમિત શાહે સફળતાના જે માપદંડો સ્થાપિત કર્યા છે તેને અનુસરવુ નવા અધ્યક્ષ માટે મોટો પડકાર હશે.
મોદીની મહત્વકાંક્ષી યોજનાઓને અમલી કરાવવા માટે અમિત શાહ કેબિનેટમાં નિશ્ચિત પણે હશે તેવુ મનાઈ રહ્યુ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HFv19r
via Latest Gujarati News
0 Comments