લખનૌ, તા 28 મે 2019, મંગળવાર
સંવેદનશીલ ગણાતા યુપીના મેરઠમાં એક કિશોરીનુ ત્રણ યુવકોએ બંદુકની અણીએ અપહરણ કર્યા બાદ તેને ધર્મપરિવર્તન કરીને નિકાહ કરવા માટે મજબૂર કરી હતી.
આ ઘટના બાદ મેરઠમાં તનાવનો માહોલ છે. મળતી વિગતો પ્રમાણે મેરઠના બ્રહ્મપુરી વિસ્તારના એક વેપારીની પુત્રીને ત્રણ યુવકો બંદુકની અણીએ અપહરણ કરીને દેવબંદ ખાતે લઈ ગયા હતા.
પોલીસે ત્રણે આરોપીઓ આમિર, સાબેજ અને સુહેબને જેલમાં ધકેલી દીધા છે. પોલીસના કહેવા પ્રમાણે તેમણે વેપારીની પુત્રીનુ 29 એપ્રિલએ અપહરણ કર્યુ હતુ. એ પછી તેને દેવબંદ લઈ ગયા હતા. આરોપીઓએ મૌલાના પાસે કિશોરીનુ ધર્મપરિવર્તન કરાવ્યુ હતુ અને તેના નિકાહ કરાવ્યા હતા.
તે પછી કિશોરીને ચંદીગઢ લઈ જઈને એક મકાનમાં રાખવામાં આવી હતી. જ્યાં તેના પર રેપ પણ કરાયો હતો.
પોલીસે પ્રયાગરાજ ખાતેથી આખરે શનિવારે ત્રણે યુવકો અને કિશોરીને સોધી કાઢ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QrHzUM
via Latest Gujarati News
0 Comments