કોંગ્રેસમાં નેતૃત્વ સંકટ, રાહુલને મનાવવા પ્રિયંકા સહિતના નેતાઓ પહોંચ્યા

નવી દિલ્હી, તા 28 મે 2019, મંગળવાર

લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી માત્ર અસ્તિત્વ ટકાવી રાખવા માટે જ ઝઝૂમી રહી છે તેવુ નથી. પાર્ટીમાં નેતૃત્વનુ સંકટ પણ ગહેરાયુ છે.

રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવા માટે મન બનાવી લીધુ છે ત્યારે પ્રિયંકા ગાંધી સહિતના મોટા ગજાના નેતાઓ રાહુલ ગાંધીને મનાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે.

આજે પ્રિયંકા ગાંધી, અહેમદ પટેલ, સચિન પાયલોટ સહિતના ટોચના નેતાઓ ફરી રાહુલ ગાંધીને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા.

જોકે રાહુલ ગાંધી હજી પણ કહી રહ્યા છે કે, એક મહિનામાં નવો અધ્યક્ષ પાર્ટી શોધી લે. કારણકે હું અધ્યક્ષ પદે રહેવા માંગતો નથી. જોકે પાર્ટી માટે હું કામ કરતો રહીશ.

રાહુલ ગાંધીએ તો એણ પણ કહ્યુ હતુ કે, પ્રિયંકાને આ સ્થિતિમાં પ્રદેશ અધ્યક્ષ બનાવવા યોગ્ય નથી. પ્રિયંકાને આ બધાથી હાલમાં દુર રાખવામાં આવે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X8GTpO
via Latest Gujarati News

Post a Comment

0 Comments