ગોડસેના નિવેદન પર સાધ્વીએ નમતુ જોખ્યુ, કહ્યું, 'પાર્ટીની લાઇન મારી લાઇન છે'


નવી દિલ્હી, તા. 16 મે 2019, ગુરુવાર

નાથૂરમ ગોડસેને લઇને પોતાના નિવેદન પર ભાજપના નેતા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે નમતુ જોખ્યું છે તેમણે કહ્યું કે, પાર્ટીની લાઇન જ તેમની લાઇન છે. પોતાના નિવેદન બાદ વધતા વિવાદને કારણે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે સ્પષ્ટ માફી માંગી નહી પરંતુ તેમણે  કહ્યું કે, મારા સંગઠન ભાજપમાં નિષ્ઠા રાખું છું, તેની કાર્યકર્તા છું અને પાર્ટીની લાઇન મારી લાઇન છે.

નોંધનીય છે કે, સાધ્વી પ્રજ્ઞાના નિવેદન બાદ ભાજપ તરફથી નિવેદન આવ્યું હતું કે, પાર્ટી તેમના મત સાથે સહમત નથી. ભાજપના પ્રવક્તા રાવે કહ્યું હતું કે, સાધ્વીએ આ નિવેદન માટે જાહેરમાં માફી માંગવી જોઇએ.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VwcnES
via Latest Gujarati News

Post a Comment

0 Comments