કોલકત્તા, તા. 16 મે 2019, ગુરુવાર
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપંચ એક્શનમાં છે. રાજ્યમાં સાતમા તબક્કાના મતદાન પહેલા ડાયમંડ હાર્બરથી બે અધિકારીઓને ચૂંટણી ફરજ પરથી હટાવી દીધાં છે. ચૂંટણીપંચે મિથુન કુમાર ડે અને કૌશિક દાસને તત્કાલિક અસરથી ચૂંટણી ફરજ પરથી હટાવ્યા છે.
TMCનો ગઢ માનવામાં આવતી ડાયમંડ હાર્બર સીટથી મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિશેક બેનર્જી ચૂંટણી મેદાનમાં છે. આ પહેલા બુધવારે પણ ચૂંટણીપંચે કાર્યવાહી કરતા બંગાળમાં ચૂંટણીપ્રચારના સમયમાં 24 કલાકનો કાપ મુક્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q3Aidu
via Latest Gujarati News
0 Comments