નવી દિલ્હી, તા. ૯
લોકસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે આરોપ પ્રત્યારોપ દોર સતત જારી છે. શાસક પક્ષ વિપક્ષ પર હુમલા કરે છે જ્યારે વિપક્ષ શાસક પક્ષની નિષ્ફળતા દર્શાવવામાં વ્યસ્ત છે. દિલ્હીમાં વહેંચવામાં આવેલા પેમ્ફલેટને કારણે આપ અને ભજપ વચ્ચે આરોપ અને પ્રત્યારોપ થઇ રહ્યાં છે.
આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે આ ગૌતમ ગંભીર દ્વારા વહેંચવામાં આવેલા પેમ્ફલેટમાં પક્ષના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પૂર્વ દિલ્હીથી આપના ઉમેદવાર આતિશી માર્લેના અંગે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
બીજી તરફ ગૌતમ ગંભીરે પોતાની વિરુદ્ધના આરોપો ફગાવી દીધા છે અને જણાવ્યું છે કે મારી વિરુદ્ધના આરોપો સાચા સાબિત થશે તો હું મારી ઉમેદવારી પરત ખેંચીશ પણ જો આ આક્ષેપો ખોટા સાબિત થશે તો શું કેજરીવાલ રાજકારણ છોેડશે?
આ સંદર્ભમાં આમ આદમી પાર્ટીએ આજે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતું. આ પત્રકાર પરિષદમાં આતિશી માર્લેના રડી પડયા હતાં.
આમ આદમી પાર્ટીએ આરોપ મૂક્યો છે કે નો યોર કેન્ડીડેટ નામના આ પેમ્ફલેટમાં આપત્તિજનક અને જાતીય ટિપ્પણી કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીએ આ અંગે ભાજપ પર નિશાન સાધ્યું હતું. નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે પેમ્ફલેટની વાંચવામાં શરમ આવી રહી છે. જ્યારે ગૌતમ ગંભીર દેશ માટે રમતી વખતે ચોગ્ગા અને છગ્ગા ફટકારતા હતા ત્યારે આપણે તાળીઓ વગાડતા હતાં. અમે સ્વપ્નમાં પણ વિચાર્યુ ન હતું કે આ વ્યકિત ચૂંટણી જીતવા માટે આટલી હદ સુધી નીચે જઇ શકે છે.
બીજી તરફ આતિશી માર્લેનાએ જણાવ્યું છે કે મારો ગૌૈતમ ગંભીરને એક જ પ્રશ્ર છે કે જે મારા જેવી સશક્તિ મહિલાને હરાવવા આટલી હદે નીચે જઇ શકે છે તો સાંસદ બન્યા પછી તે પોતાના વિસ્તારની મહિલાઓને કઇ રીતે સુરક્ષિત રાખી શકશે.
કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું છે કે કલ્પના ન હતી કે ગૌતમ ગંભીર આટલા નીચલા સ્તરે જઇ શકે છે. જો લોકો આવી માનસિકતાવાળા લોેકોને મત આપે છે તો આપણે કેવી રીતે આશા રાખી શકીએ મહિલાઓ સુરક્ષિત રહેશે. કેજરીવાલે જણાવ્યું હતું કે આતિશી મજબૂત રહો. હું કલ્પના કરી શકું છું કે આ તમારા માટે કેટલુ મુશ્કેલ હશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JbEkjy
via Latest Gujarati News
0 Comments