
મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકોનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શીવસેનાની યુતીને એકઝિટ પોલના તારણ કરતા પણ વધારે બેઠકો મળી રહી છે. મહારાષ્ટ્રમાં 44 બેઠકો પર યૂતી પર મતગણનાની શરુઆતથી જ આગળ હતી.
જે સતત આગળ વધતી રહીને જીત તરફ અગ્રેસર છે જયારે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની યુતીને માત્ર 3 થી 4 બેઠકો પર જ સફળતા મળતી જણાય છે. આમ તો મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે. વિદર્ભ વિસ્તારના ખેડૂતોના દેવા અને પોષણક્ષમ ભાવોના પ્રશ્નો સામે આંદોલન છતાં શાસન વિરોધી મતદાન થયું નથી.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકોએ ફરી એનડીએ સરકારને ફરીથી જનાદેશ આપ્યો છે. કોંગ્રેસની ન્યાય યોજના શહેરી વિસ્તારો તો છોડો ગ્રામીણ વિસ્તારના ગરીબોને પણ આકર્ષી શકી નથી. માયાનગરી અને આર્થિક પાટનગર મુંબઇની પણ તમામ બેઠકો પર ભાજપ અને શીવસેનાની યુતી મજબૂતીથી જીત તરફ આગળ વધી રહી છે.
એનડીએ સરકારમાં જોડાયેલો શીવસેના પક્ષ ભાજપ સાથે અનેક મુદ્વે મતભેદ ધરાવતો હતો. સમયાંતરે મતભેદો સપાટી પર પણ આવતા હતા.જો કે 2019ના લોકસભા ઇલેકશનમાં તાલમેલથી એક બીજાના પૂરક બનીને ચૂંટણી લડતા આ સફળતા મળી રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YK6oyi
via Latest Gujarati News
0 Comments