
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 9 મે 2019, ગુરુવાર
સલમાન ખાન હજી સુધી લગ્ન કરવા માટે તૈયાર નથી. તે બોલીવૂડનો એલિજેબલ બેચલર ગણાય છે. પરંતુ હાલ તેને લગતી એક નવી ખબર આવી છે કે, તે સરોગસી દ્વારા પિતા બનવા માગે છે. જોકે ભારતમાં તેના માટે આ શક્ય નથી. કુંવારી વ્યક્તિ ભારતમા ંસરોગસી દ્વારા માતા કે પિતા બની નથી શકતા ેકે સલમાન વિશેની વાતમાં કેટલી સચ્ચાઇ છે તે જાણવા મળ્યું નથી.
સલમાનના નજીકના એક સૂત્રે જણાવ્યું છે કે, સલમાન સરોગસી દ્વારા પિતા બનવાની પ્લાનિંગ કરી રહ્યો છે. તેણે લગ્ન માટે હજી સુધી વિચાર કર્યો નથી. પરંતુ તેને બાળકો અતિ પ્રિય છે. જોકે સલમાન માટે ભારતમાં સરોગસી દ્વારા પિતા બનવું શક્ય નથી. સંસદમાં સરોગસી માટે એક ખરડો પસાર થયો છે. જેમાં વ્યવસાયિક સરોગસી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. નિઃસંતાન ભારતીય દંપતિઓની જરૂરિયાત માટે સરોગસીની મંજૂરી આપવામાં આવશે. સરોગસી હવે વ્યવસાય નહી ંપરંતુ પરોપકારનું સાધન રહેશે.
સંસદના સરોગસી બિલના અનુસાર એવા દંપતિઓને મંજુરી આપવામાં આવશે જેમાંથી એક અથવા બન્ને મા-પિતા બનવાને સક્ષમ ન હોય. અથવા તો કોઇ કારણસર તેમણે બાળક ન થયા હોય તેઓ જ સરોગસીની મદદ લઇ શકશે. આમાં અપવાદ તરીકે એવા યુગલને સામેલ કરવામાં આવ્યા છે જેમના બાળક માનસિક અથવા શારીરિક રૂપે સક્ષમ ન હોય અથવા તો ગંભીર બીમારીથી પીડાતા હોય.
આ પહેલા બોલીવૂડમાં શાહરૂખ ખાન, આમિર ખાન, કરણ જોહર, એકતા કપૂર અને તુષાર કપૂર સરોહસી દ્વારા પેરન્ટસ બની ચુક્યા છે. હવે સલમાન પણ આ રાહ પર ચાલવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે આ વાતમા ંકેટલી સચ્ચાઇ છે તે જાણવા મળ્યું નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JcrHVu
via Latest Gujarati News
0 Comments