પોલીસે જેમને આતંકવાદી સમજીને પકડયા તે ફિલ્મના એક્ટર નિકળ્યા

મુબઈ, તા.30 મે 2019, ગુરૂવાર

આતંકવાદ પર આધારિત ફિલ્મોમાં અભિનેતાઓ આતંકવાદીઓના ગેટઅપમાં જોવા મળતા હોય છે. જોકે મહારાષ્ટ્રમાં એક કિસ્સો એવો બન્યો છે કે જેમાં અભિનેતાઓને આતંકવાદીના ગેટઅપમાં જોઈને લોકોએ સાચે જ આતંકવાદી માની લીધા હતા.

મહારાષ્ટ્રના પાલઘરમાં બનેલી ઘટનામાં લોકોએ અભિનેતાઓને આતંકવાદી માનીને પોલીસને ફોન કરી લીધો હતો. પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને ઠેર ઠેર નાકાબંધી કરી દેવાઈ હતી. આ આતંકવાદીઓને પોલીસે પકડી પણ લીધા હતા.

જોકે પોલીસની પૂછપરછમાં ખબર પડી હતી કે, બહુ મોટો લોચો વાગ્યો છે અને જેમને આતંકવાદીઓ માન્યા છે તે તો હકીકતમાં ફિલ્મના શૂટિંગ માટે અભિનય કરી રહેલા અભિનેતાઓ છે.

સૌથી પહેલા આ તથા કથિત આતંકવાદીઓ પર એક એટીએમના સિક્યુરિટી ગાર્ડની નજર પડી હતી. તેણે આતંકવાદીના ગેટઅપમાં અભિનેતાને એક વાન પાસે ઉભેલો જોયો હતો. ગાર્ડે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોતાના ભાઈને જાણ કર્યા બાદ અફરાતફરી થઈ ગયી હતી.

આ બંને અભિનેતાઓ હકીકતમાં યશરાજ ફિલ્મની એક ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યા હતા. અભિનેતાઓને લઈને પોલીસ ફિલ્મના સેટ પર પહોંચી ત્યારે તેમની વાત સાચી નિકળી હતી.

બંને અભિનેતાના નામ બલરામ ગિનવાલા અને અરબાઝ ખાન છે. તેઓ રિતિક અને ટાઈગર શ્રોફની ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યા હતા.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XcYUTP
via Latest Gujarati News

Post a Comment

0 Comments