નવી દિલ્હી,તા.30 મે 2019, ગુરૂવાર
બે દાયકા પહેલા કારગિલ યુધ્ધમાં દેશ વતી લડનારા સેનાના સિપાહીને વિદેશી જાહેર કરી દેવામાં આવ્યા છે. એ પછી તેમને ડિટેન્શન કેમ્પમાં મોકલી દેવાયા છે
52 વર્ષીય મહોમ્મદ સનાઉલ્લાહ હાલમાં બોર્ડર પોલીસમાં સહાયક ઉપ નિરિક્ષકના પદ પર ફરજ બજાવી રહયા છે.
આસામના કામરુપ જિલ્લાના બોકો પોલીસ મથકની હદમાં આવતા ગામનડાના નાગરિક મહોમ્મદ સનાઉલ્લાહ અંગે પોલીસનુ કહેવુ છે કે, 2008માં તેમનુ નામ મતદાર યાદીમાં શકમંદની યાદીમાં રજિસ્ટર કરાયુ હતુ. એ પછી પોલીસે કાર્યવાહી પ્રમાણે સનાઉલ્લાહને ડિટેન્શન કેમ્પમાં મોકલી દીધા હતા.
એ પહેલા સનાઉલ્લાહે કહ્યુ હતુ કે, તે ભારતીય નાગરિક છે અને 1955થી આસામમાં તેમના પરિવાર સાથે રહે છે. નાગરિકતા સાબીત કરવાના તમામ પૂરાવા પણ તેમની પાસે છે.
હવે તેઓ આનિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરવાના છે. સનાઉલ્લાહને 2014માં રાષ્ટ્પતિ તરફથી મેડલ પણ મળી ચુકેલો છે.
સેનામાંથી જુનિયર કમિશન્ડ ઓફિસર તરીકે નિવૃત્ત થયેલા સનાઉલ્લાએ એક સુનાવણીમાં ભૂલથી 1978માં સેનામાં ભરતી થયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેના આધારે તેમને વિદેશી જાહેર કરાયા છે. કારણકે કોઈ પણ વ્યક્તિ 11 વર્ષની વયે સેનામાં સામેલ થઈ શકે નહી. હકીકતમાં તેમણે 1987માં સેનામાં સામેલ થયા હોવાનુ કહેવાનુ હતુ. તે વખતે તેમની વય 20 વર્ષની હતી.
આસામમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની ઓળખ કરવા માટે નેશનલ સિટિઝન રજિસ્ટર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તેના ભાગરૂપે સનાઉલ્લાહને બીજા સંદિગ્ધ મતદારોની જેમ વિદેશી ઘોષિત કરી દેવાયા છે. જોકે આ મામલાએ તૂલ પકડ્યા બાદ હવે સરકાર તેમાં કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનુ રહે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KdUybA
via Latest Gujarati News
0 Comments