પુલવામાના શહીદ જવાનોના પરિવારજનોને પણ શપથવિધિ સમારોહનુ આમંત્રણ

નવી દિલ્હી,તા.30 મે 2019, ગુરૂવાર

પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહ આડે હવે કલાકો જ બાકી છે.

આ સમારોહમાં લગભગ 8000 મહેમાનો હાજર રહેવાના છે ત્યારે સમારોહમાં હાજર રહેવા માટે પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના કેટલાક પરિવારજનોને પણ નિમંત્રણ મોકલવામાં આવ્યુ છે.

આ પૈકી એક પરિવાર પશ્ચિમ બંગાળનો છે. પશ્ચિમ બંગાળના સુદીપ બિસ્વાસ પુલવામા હુમલામાં શહીદ થયા હતા. તેમના માતા મમતા બિસ્વાસને શપથવિધિમાં સામેલ થવા નિમંત્રણ મોકલવામાં આવ્યુ છે. આ જ રીતે પશ્ચિમ બંગાળના જ શહીદ જવાન બાબલૂ સાંતરાના પરિવારને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

જોકે પંજાબ અને હિમાચલ પ્રદેશના રહેવાસી અને પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને આ રીતે આમંત્રણ મોકલાયુ હોવાના અહેવાલ નથી. આ શહીદોના પરિવારોનુ કહેવુ છે કે, જો અમને આમંત્રણ મળ્યુ હોત તો અમે પણ સમારોહમાં  ભાગ લેવા માટે ગયા હોત.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WeycxL
via Latest Gujarati News

Post a Comment

0 Comments