તમારી પાસે કાર હશે તો તમને બહુ જલ્દી મળશે કમાણી કરવાનો મોકો

નવી દિલ્હી, તા. 11 મે 2019, શનિવાર

જો તમારી પાસે કાર છે તો તેના થકી તમને નજીકના ભવિષ્યમાં કમાણી કરવાની તક પણ મળે તેવી શક્યતા છે.

કેન્દ્ર સરકાર લોકોને તેમની પ્રાઈવેટ કારનો કોમર્શિલ વ્હીકલ તરીકે ઉપયોગ કરવાની મંજુરી આપવા માટે વિચારણા કરી રહી છે. જો આ નિયમ અમલમાં આવશે તો તમે કાર લઈને જતા હશો તો કોઈને લિફ્ટ આપીને ભાડુ પણ વસૂલ કરી શકશો. એક દિવસમાં આ રીતે તમે ચારથી પાંચ ટ્રિપ કરી શકશો.

એક અંગ્રેજી અખબારે પ્રકાશિત કરેલા અહેવાલ પ્રમાણે સરકારનુ પરિવહન મંત્રાલય વ્હીકલ પૂલિંગ નીતિ તૈયાર કરી રહ્યુ છે. જોકે તેમાં ટેક્સી અને કેબ સર્વિસનો વ્યવસાય ખતમ ના થાય તે માટે પણ ધ્યાન રાખવામાં આવશે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JeluZ6
via Latest Gujarati News

Post a Comment

0 Comments