જાણો ગરમીમાં થતી ઘાતક બીમારીઓથી બચવાના ઘરગથ્થુ ઉપચાર


અમદાવાદ, 16 મે 2019, ગુરુવાર

ઉનાળાની શરૂઆત થવાની સાથે જ તાપમાનનો પારો સતત વધતો રહે છે. જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ ગરમીના કારણે થતી ઘાતક બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે. ગરમીના કારણે સ્વાસ્થ્ય સમસ્યા થવાની સાથે લોકો માટે ગરમી જીવલેણ પણ સાબિત થાય છે જો પુરતી કાળજી લેવામાં ન આવે. ગરમીના કારણે થતી બીમારીઓનો ઘરગથ્થુ ઈલાજ કરવો પણ શક્ય છે. તો ચાલો તમને જણાવીએ કે ગરમીમાં કઈ કઈ બીમારીઓ થઈ શકે છે અને તેનો ઈલાજ કેવી રીતે કરવો. 

હીટ સ્ટ્રોક

ગરમીમાં લૂ લાગવી સૌથી સામાન્ય છે. લૂ લાગવાથી શરીરમાં પાણી ઘટી જાય છે. જો આ સમસ્યાની સારવાર ઝડપથી કરવામાં ન આવે તો તેનાથી માણસનો જીવ પણ જઈ શકે છે. હીટ સ્ટ્રોકમાં ફૂડ પોઈઝનિંગ, તાવ, પેટનો દુખાવો અને ઉલટી થવાની સમસ્યા પણ થાય છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે આ ઉપાય કરી શકાય છે. 

- ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખો. 

- શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખો.

- વધારે પ્રમાણમાં પાણી પીવું.

- લીલા શાકભાજી અને રસદાર ફળનું સેવન કરવું. 

એસિડિટી

એસિડિટીની સમસ્યા પણ ઉનાળામાં સૌથી વધારે થાય છે. એસિડિટીમાં છાતીમાં બળતરા અને દુખાવો થાય છે. આ સમસ્યા ઉનાળામાં ગંભીર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. ક્યારેક તો લોકોને હોસ્પિટલના બીછાને પહોંચી જવું પડે છે. 

- એસિડિટીથી બચવા માટે તળેલા ખોરાક ખાવા નહીં.

- જમવાનો સમય નક્કી રાખવો.

- મુલેઠીનું ચુર્ણ અથવા તો કાઢો બનાવીને પીવો.

કમળો

ઉનાળામાં કમળાનું પ્રમાણ વધી જાય છે. કમળો નાના બાળકો અને વયસ્કો માટે પણ જોખમી હોય છે.  કમળો થવાનું સૌથી મોટું કારણ દુષિત પાણીનું સેવન છે. કમળો થવાથી દર્દીના આંખ, નખ પીળા થઈ જાય છે અને પેશાબ પણ પીળો થાય છે. આ બીમારી પણ જીવલેણ સાબિત થઈ શકે છે. 

- બજારમાં મળતા દૂષિત ખોરાક અને પાણીનું સેવન ન કરવું.

- તળેલા અને તીખા પદાર્થ ન ખાવા.

- પાણી ઉકાળીને જ પીવું.

ચિકનપોક્સ

ઉનાળાના શરૂઆતના દિવસોમાં આ બીમારી સૌથી વધારે ફેલાય છે. તેનાથી શરીરમાં લાલ ડાઘ પડી જાય છે અને માથાનો દુખાવો, તાવ અને ગળામાં બળતરા થાય છે. 

- સૌથી પહેલા રસીકરણ કરાવવું.

- ઘરમાં આવો ત્યારે હાથ, મોં બરાબર સાફ કરવા. 

- દર્દીને અલગ રૂમમાં રાખો જેથી તેને સંક્રમણ ન થાય.

ડિહાઈડ્રેશન

ડિહાઈડ્રેશન એટલે શરીરમાં પાણીની ખામી. આમ તો ડિહાઈડ્રેશન ઉનાળામાં સામાન્ય છે પરંતુ આ સમસ્યા ક્યારેય ગંભીર રૂપ ધારણ કરી લે છે. તેવામાં વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. 

- પૂરતા પ્રમાણમાં અને વારંવાર પાણી પીવું.

-- કાકડી, ટામેટા, નાળિયેર પાણી, લીંબૂ શરબત પીતા રહેવું.




from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2w1BTaB
via Latest Gujarati News

Post a Comment

0 Comments