સોશિયલ મીડિયામાં મમતાનો વાંધાજનક ફોટો મૂકનાર ભાજપની પ્રિયંકાની ધરપકડ


કોલકાતા, તા. 11 મે, 2019, શનિવાર

સોશિયલ મીડિયામાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીનો આપત્તિજનક ફોટો મૂકનાર ભાજપની યુવા પાંખની નેતા પ્રિયંકા શર્માની આજે ધરપકડ કરવામાં આવી હતી. પ્રયંકા શર્મા પર મમતાના ફોટોની ફોટોશોપ ઇમેજ શેર કરી તેમની  મજાક ઉડાડવા બદલ એફઆઇઆર પણ કરાઇ હતી.ઉલ્લેખનીય છે કે પ્રિયંકા શર્મા હાવડા જિલ્લામાં ભાજપ વિદ્યાર્થી સંગઠનની નેતા છે અને યુવા મોરચા સાથે સંકળાયેલી છે.

 મમતા બેનર્જીની ફોટોશોપ ઇમેજમાં તેણે કથિત રીતે ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડાના મેટ ગાલા ઇવેન્ટના લુક  જેવી દેખાડવાનો પ્રયાસ કર્યો હતો.પ્રિયંકાની ધરપકડને સોશિયલ મિડીયામાં તીખી પ્રતિક્રિયા અપાઇ હતી. યુઝર્સ દ્વારા પશ્ચિમ બંગાળ પ્રશાસનની ભારે ટીકા કરાઇ હતી. યાદ રહે કે ૧૨ મેના રોજ બંગાળની લોકસભાની આઠ  બેઠકોની ચૂંટણી થશે. બાકીની નવ બેઠકોની ચૂંટણી ૧૯ મેના રોજ થશે અને મત ગણતરી ૨૩ મેના રોજ થશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vVjMmw
via Latest Gujarati News

Post a Comment

0 Comments