
કરાચી, તા. 11 મે, 2019, શનિવાર
પાકિસ્તાનમાં ત્રણ આતંકીઓએ એક ફાઇવ સ્ટાર હોટેલને ઉડાવી દીધી હતી. આ હુમલામાં અંતે ત્રણેય આતંકવાદી સહિત કુલ ચાર જણા મૃત્યુ પામ્યા હતા. ગ્વદારમાં આવેલી આ હોટેલમાં ત્રણ આતંકીઓએ બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હોટેલમાં તૈનાત ગાર્ડે આતંકીઓને રોક્યા હતા જે બાદ આતંકીઓએ ગાર્ડ પર ગોળી ચલાવી તેની હત્યા કરી નાખી હતી. બાદમાં આતંકીઓ અને પોલીસ બન્ને વચ્ચે સામસામે ગોળીબાર પણ થયો હતો.
હુમલા બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને હોટેલમાં હાજર જે પણ વિદેશી અને સ્થાનિક નાગરીકો હતા તેમને સુરક્ષીત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ગ્વાદર પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલું છે જ્યાં આ હુમલો થયો હતો. આ પ્રાંતમાં ચીન પાક. સાથે થયેલા કરારો અંતર્ગત બિઝનેસ કોરિડોર બનાવવા જઇ રહ્યું છે. જોકે આ વિસ્તારમાં આતંકી પ્રવૃત્તિ વધી રહી છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JzFbK4
via Latest Gujarati News
0 Comments