
નવી દિલ્હી, તા. 11 મે, 2019, શનિવાર
પશ્ચિમ બગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વડા પ્રધાન મોદીને થપ્પડ મારવાનું મન થાય છે વાળા પોતાના નિવેદનને ફેરવી તોળ્યું હતું અને કહ્યું હતું કે મેં ક્યારે પણ વડા પ્રધાનને થપ્પડ મારવાની વાત કરી નહતી.
મેં તો એમ કહ્યું હતું કે લોકતંત્ર પર થપ્પડ મારીશ અને હું નહીં લોકો જ થપ્પડ મારશે. મમતાએ મોદી પર વ્યંગ કરતાં કહ્યું હતું કે જો હું તમને થપ્પડ મારીશ તો મારૃં જ હાથ તુટી જશે કારણ કે તમારી તો છાતી જ ૫૬ ઇંચની છે. ૫૬ ઇંચના છાતી વાળાને હું કેવી રીતે લાફો મારી શકું? એમ મમતાએ ટોણો માર્યો હતો.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એક જાહેરસભામાં મમતાએ કહ્યું હતું કે મને વડા પ્રધાનને લાફો મારવાની ઇચ્છા થાય છે. આ નિવેદન પછી ભાજપે મમતા પર ખૂબ માછલા ધોયા હતા. જો કે ભાજપ વાળા તેમની પર ટીકાઓ કરે તે પહેંલા જ મમતાએ ખુલાસો કરી દીધો હતો. છતાં મોદીએ એક સભામાં કહ્યું હતું કે મમતા દીદીનો લાફો પણ મારા માટે આશિર્વાદ સમાન છે.હું તો તેમને દીદી તરીકે બોલાઉં છું, તેમનો આદર કરૃં છું.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસોથી મમતા અને મોદી વચ્ચે તીખા બાણની જાણે સ્પર્ધા શરૃ થઇ છે. તેઓ એક બીજા પર બાણ છોડવાનું ચૂકતા નથી. પશ્ચિંમ બંગાળની તમામ રેલીઓમાં મોદીએ મમતા પર અનેક પ્રહાર કર્યા હતા જેના જવાબમાં મમતાએ પણ મોદીને છોડયા નહતા.
મોદીએ ફાની ચક્રવાત પછી બંગાળને સહાય કરવા પણ મમતાને ફોન કર્યો હતો જેનો મમતાએ કોઇ જ જવાબ આપ્યો નહતો. મોદીએ કહ્યું હતું કે મમતાનો અહંકાર એટલો વધી ગયો છે કે તેઓ મારી સાથે વાત પણ કરતા નથી. હું તો તેમના ફોનની રાહ જોઉં છું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VioWmT
via Latest Gujarati News
0 Comments