આંધ્ર પ્રદેશના કૂરનુલમાં બસે જીપને ટક્કર મારતા 14નાં મોત


(પીટીઆઇ) અમરાવતી, તા. 11 મે, 2019, શનિવાર

આંધ્ર પ્રદેશના કૂરનુલ જિલ્લામાં પ્રાઇવેસ બસ અને જીપ વચ્ચે ટક્કર થતાં જીપમાં બેઠેલા  ૧૪ લોકોનાં મોત થયા છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમ પોલીસે જણાવ્યું હતું.

મૃત્યુ પામેલા લોકો એકબીજાના સગા હતાં અને તેલંગણા રાજ્યના ગાડવાલ જિલ્લાના રામાવરમ ગામના રહેવાસી હતાં.  લગ્નમાં ભાગ લઇને તેઓ પરત ફરી રહ્યાં હતાં ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી. મુખ્ય પ્રધાન એન ચંદ્રાબાબુ નાયડુ અને વિરોધ પક્ષના નેતા વાય એસ જગમોહન રેડ્ડીએ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે.  

હૈદરાબાદથી બેંગાલુરુ જતી આ બસ એક દ્વિચક્રી વાહનને બચાવવા જતા જીપ સાથે ટકરાઇ હતી. દસ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતાં.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30fr0jh
via Latest Gujarati News

Post a Comment

0 Comments