પાકિસ્તાન પાસે આઇએમએફ પાસેથી ભંડોળ લેવા સિવાય કોઇ વિકલ્પ નથી


(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા. 11 મે, 2019, શનિવાર

પાકિસ્તાનનો વિકાસ દર નિર્ધારિત લક્ષ્યાંક ૬.૨ ટકાથી અડધો ૩.૩ ટકા રહ્યાં પછી નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી ગઇ છે. વડાપ્રધાન ઇમરાન ખાને લોકોને મોંઘવારી અને ટેક્સનો ઉંચો દર સહન કરવા તૈયાર રહેવાનું જણાવી દીધું છે. 

બીજી તરફ હવે પાકિસ્તાન પાસે આઇએમએફ પાસેથી ભંડોળ મેળવવા સિવાય અન્ય કોઇ વિકલ્પ રહ્યો નથી.  ્આ સપ્તાહના અંતે પાકિસ્તાન આઇએમએફ સાથે મંત્રણા કરવાનું ચાલુ રાખશે. આઇએમએફ મિશન ટુ પાકિસ્તાનના વડા અર્નેસ્ટો રિગો હાલમાં ઇસ્લામાબાદમાં જ છે. 

આઇએમએફ અને પાકિસ્તાન વચ્ચે ૬.૫ અબજ ડોલરનો ત્રણ વર્ષ માટેનો નાણાકીય પેકેજ માટે સમજૂતી થવાની શક્યતા છે. પાકિસ્તાનના નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં નાણાકીય પેકેજ અંગે સમજૂતી થઇ જશે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JzAArB
via Latest Gujarati News

Post a Comment

0 Comments