બોલીવુડના એકટિંગ ગુરૂ રોશન તનેજાનું મુંબઈમાં નિધન


- જયા બચ્ચન, શબના આઝમી, નસીરૂદ્દીન શાહ, અનિલ કપૂર જેવા ટોચના કલાકારોને તાલીમ આપી  હતી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 11 મે 2019, શનિવાર

એકટિંગ ગુરૂના નામે જાણીતા થયેલા રોશન તનેજાનું ૮૭ વરસની વયે  નિધન થયું છે. આ જાણકારી તેમના પુત્ર રોહિતે આપી હતી. શુક્રવારે રાતના ૯.૩૦ વાગ્યે  તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. 

તેણે બોલીવૂડના જયા બચ્ચન, શબાના આઝમી, અનિલ કપૂર, શત્રુઘ્ન સિંહા નસીરૂદ્દીન શાહ જેવા કલાકારોને એકટિંગ શીખવી હતી. તેને બોલીવૂડમાં લોકો એકટિંગ ગુરૂના નામથી બોલાવતા હતા. હિંદી સિનેમાના તેમના યોગદાનને કદી ભુલાવી શકાશે નહીં. 

રોશન તનેજાએ ૧૯૬૦માં પુણેના એફટીઆઇઆઇમાં વિદ્યાર્થીઓને અભિનયની તાલીમ આપવાનું શરૂ કર્યુ ંહતું. ત્યાર બાદે તેણે પોતાની ખાનગી એકટિંગ સ્કુલ ખોલી હતી, જ્યાં ંતે વિદ્યાર્થીઓને  અભિનયને લગતી બારીકીઓ શીખવતો હતો. 

રોશન તનેજા ઘણા દિવસથી બીમાર હતા. તેમના પરિવારમાં પત્ની મિથિકા અને બે પુત્ર રોહિત અને રાહુલ છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VWF2XH
via Latest Gujarati News

Post a Comment

0 Comments