આતંકી સંગઠન ISનો ઘટસ્ફોટ : ભારતમાં 'વિલાયાહ ઓફ હિંદ' પ્રાંત બનાવ્યો


પરંતુ જમ્મુ-કાશ્મીરના શોપિયાઁ જિલ્લો હોવાની શક્યતા

નવી દિલ્હી, તા. 11 મે, 2019, શનિવાર

આતંકી સંગઠન ISને ટાંકીને ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો હતો કે ભારતમાં વિલાયાહ ઓફ હિંદ નામના પ્રાંતની સ્થાપના કરી છે. જોકે, ભારતીય સુરક્ષાતંત્રએ આ દાવાને નકારી દીધો હતો અને બધુ સલામત હોવાનું જણાવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષાતંત્ર અને આઈએસના આતંકીઓ વચ્ચે સંઘર્ષ શરૃ થયો હતો એ દરમિયાન આઈએસે એવી જાહેરાત કરી હતી કે તેણે ભારતમાં પ્રથમ પ્રાંત બનાવવામાં સફળતા મેળવી છે. આતંકી સંગઠનના આ દાવાને ભારતીય સુરક્ષાતંત્રએ રદિયો આપ્યો હતો.

આઈએસ એમાક ન્યુઝ એજન્સીના અહેવાલમાં દાવો કરાયો હતો કે ભારતમાં ISએ આતંકી પ્રાંત બનાવ્યો છે અને તેનું નામ વિલાયાહ ઓફ હિંદ રખાયું છે. નિવેદનમાં દાવો થયો હતો કે જમ્મુ-કાશ્મીરના શૌપિયાંમાં આઈએસના આતંકવાદીએ ભારતીય સુરક્ષાતંત્રના જવાનનો ભોગ લીધો હતો. જોકે, એ દાવાને ભારતીય સુરક્ષાતંત્રનું સમર્થન મળ્યું ન હતું. ક્યા રાજ્યમાં આઈએસે પ્રાંતની ઘોષણા કરી તેની જાહેરાત થઈ ન હતી, પણ અહેવાલમાં જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લો હોવાનો ઈશારો થયો હતો.

સીરિયા અને ઈરાકમાં આઈએસે ઘણો વિસ્તાર પચાવી પાડયો હતો, પણ તેની સામેની લડાઈમાં સુરક્ષાતંત્રને સફળતા મળી હતી અને તેના કારણે આ દેશોમાં આઈએસનો સંપૂર્ણ નાશ થયો છે. આર્થિક રીતે પડી ભાંગેલા આઈએસના આતંકવાદીઓએ છેલ્લા ઘણાં સમયથી વિશ્વભરમાં આત્મઘાતી હુમલા શરૃ કર્યા છે અને ભારતમાં પણ તેની ગતિવિધિ જોવા મળી હતી.

ઈસ્લામિક આતંકવાદી ગતિવિધિ ઉપર નજર રાખતી સાઈટ ઈન્ટેલ ગુ્રપે જણાવ્યું હતું કે આઈએસ પ્રાંતની ઘોષણા કરે તેનો અર્થ એ કે એ વિસ્તારમાં પ્રશાસન જેવું કશું ન હોય અને ભારતની સ્થિતિ જોતાં એ શક્ય નથી, પરંતુ આ દાવાને જરાય નરમાશથી લેવાને બદલે આ આતંકવાદીઓને ઉગતા જ ડામી દેવાની આકરી કાર્યવાહી જરૃરી છે.

ભારતીય સુરક્ષાતંત્રએ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ભારત વર્ષોથી લડત આપે છે, પણ એ આતંકવાદી સંગઠનો જુદા જુદા છે અને મોટાભાગના પાક. પ્રેરિત છે. જમ્મુ-કાશ્મીરમાં આઈએસ સાથે જોડાયેલા આતંકવાદીઓની સંખ્યા બહુ મોટી નથી અને જે છે તેની વિરૃદ્ધ ઓપરેશન હાથ ધરાયું છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VdUx9u
via Latest Gujarati News

Post a Comment

0 Comments