
નવી દિલ્હી, તા.26 મે, 2019, રવિવાર
પંજાબ સરકારના મંત્રી અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોત સિધ્ધુ હાલ મુશ્કેલીમાં ઘેરાયા છે. પરંતુ પક્ષના હાર પછી તેમના પર માછલા ધોવાય છે.
જો કે પંજાબમાં કોંગ્રેસનો સારો દેખાવ થતાં તેમના વિરોધી મનાતા મુખ્ય મંત્રી અમરિન્દ્ર સિહે હવે સિધ્ધુને સરકારમાંથી પડતા મૂકવા અથવા તો ઓછામાં ઓછું તેમનું ખાતું બદલી નાંખવાની માગ કરી હતી. દરમિયાન સિધ્ધુએ ડોકટર ઇકબાલનો એક શેર કહ્યું હતું કે 'સિતારોં સે આગે જહાં ઔર ભી હૈ, અભી ઇશ્ક કે ઇમ્તીંહાં ઔર ભી હૈ. આ શાયરી કહીને સિધ્ધુ એ સાધા મુખ્ય મંત્રી પર જ નિશાન સાધ્યું હતું. સોશિયલ મીડિયામાં પણ સિધ્ધુ પર ખૂબ કટાક્ષ કરવામાં આવી રહ્યા છે.
તેમને માટે કહેવાય છે કે તેઓ તેમના ખાતાને સાંભાળી શક્યા નથી. ઉપરાંત ચૂંટણી પ્રચારમાં ધાર્મિક ગ્રંથો પર સિધ્ધુની ટીપ્પણીથી પણ અમરિન્દ્ર નારાજ હતા. ઉલ્લેખનીય છે કે ચૂંટણીના એક દિવસ પહેલાં જ સિધ્ધુએ ધાર્મિક ગ્રંથોના અપમાન અંગે ખૂબ ચર્ચા ચાલી હતી.
અમરિન્દ્ર સિંહ કોંગ્રેસ મોવડી મંડળને આની ફરીયાદ પણ કરવાના છે. સિધ્ધુની ટીપ્પણીથી ભટીન્ડાના ચૂંટણી પર અસર પડી હતી. કેપ્ટને એમ પણ કહ્યું હતું કે તેઓ સિધ્ધુનો વિભાગ બદલી દેવા માગે છે. તેઓ ખાતું સંભાળવામાં નિષ્ફળ રહ્યા હતા.
તેમણે કહ્યું હતું કે ંપજાબના શહેરી વિસ્તારોમાં કોંગ્રેસનો દેખાવ એટલા માટે સારો રહ્યો નહતો કે તેઓ પાકિસ્તાન જઇને ત્યાંની સેનાના વડાને મળ્યા હતા.સિધ્ધુની એ હરકતને લોકોએ પચાવી નહતી અને એટલા માટે અમે પંજાબના શહેરોમાં જીતી શક્યા નહતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I1XaGD
via Latest Gujarati News
0 Comments