બન્ને દેશોની શાંતિ માટે આતંકવાદ મુક્ત વાતાવરણ જરુરી : મોદીની ઇમરાનને સલાહ


નવી દિલ્હી, તા.26 મે, 2019, રવિવાર

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે જેની નોંધ પાડોશી દેશોએ પણ લીધી છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને નરેન્દ્ર મોદીની સાથે વાતચીત કરી હતી અને જીત બદલ શુભકામના પાઠવી હતી. 

ટેલિફોન દ્વારા બન્ને વચ્ચે વાતચીત થઇ હતી. જે દરમિયાન ઇમરાન ખાને જણાવ્યું હતું કે આશા રાખીએ કે આપણે બન્ને દેશને સાથે મળીને આગળ લઇ જવાની દિશામાં કામ કરીશું. અને આપણા પ્રાંતના વિકાસમાં સહીયોગ કરીશું.

બાદમાં મોદીએ પણ ઇમરાન ખાનનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે ઇમરાન ખાનને જણાવ્યું હતું કે આતંકવાદ મુક્ત વાતાવરણ પ્રાંતની શાંતિ માટે અતી જરુરી છે અને મહત્વપૂર્ણ પણ હોવાથી તેના પર વધુ ધ્યાન આપવુ જોઇએ. 

આગામી મહિને બિશકેકમાં યોજાનારી સાંઘાઇ સમિટમાં નરેન્દ્ર મોદી અને ઇમરાન ખાન બન્ને વચ્ચે વાતચીત થાય તેવી શક્યતાઓ છે. જીત બાદ જ ઇમરાન ખાને ભાજપ અને નરેન્દ્ર મોદીને ટ્વિટ કરીને શુભકામના પાઠવી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QlTmDW
via Latest Gujarati News

Post a Comment

0 Comments