'ચોકીદાર ચોર છે' નિવેદન પર રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટની બિનશરતી માફી માંગી

નવી દિલ્હી, તા. 8 મે 2019, બુધવાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 'ચોકીદાર ચોર છે' નિવેદન પર સુપ્રીમ કોર્ટની બિનશરતી માફી માંગી લીધી છે. તેમણે સર્વોચ્ચ અદાલતનો ખોટો હવાલો આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ ટિપ્પણી કરી હતી.

રાફેલ વિવાદને લઇને નરેન્દ્ર મોદી પર નિશાન સાધવા માટે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હવે તો સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું કે ચોકીદાર ચોર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ પોતાના ત્રણ પાનાના નવા સોગંદનામામાં કહ્યું કે તેઓ ન્યાયાલયનો ખૂબ આદર કરે છે. તેમણે કહ્યું કે તેઓ ખોટી રીતે કોર્ટનો હવાલો આપવાને લઇને બિનશરતી માફી માંગે છે.

એ સાથે જ તેમણે ભાજપ સાંસદ મીનાક્ષી લેખી તરફથી દાખલ કરવામાં આવેલા કોર્ટના તિરસ્કારના આપરાધિક મામલાને બંધ કરવાની વિનંતી પણ કરી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JnYFl2
via Latest Gujarati News

Post a Comment

0 Comments