મધર્સ ડે માટે કરીના કપૂર ખાનએ કર્યો આ સંકલ્પ


અમદાવાદ, 11 મે 2019, શનિવાર

12 મેના રોજ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી થાય તે પહેલા જ બોલિવૂડની સુપર હોટ મોમ એટલે કે કરીના કપૂર ખાનએ ખાસ સંકલ્પ કર્યો છે. કરીનાએ બાળ સ્વાસ્થ્ય અને ટીકાકરણ માટે જાગૃતિ ફેલાવવા અને નવજાત બાળકોને જોખમથી બચાવવાનો સંકલ્પ કર્યો છે. કરીનાએ આ જાણકારી રેડિયો 4 ચાઈલ્ડ એવોર્ડ 2019 દરમિયાન આપી હતી. આ યૂનીસેફની આગવી પહેલ છે. 

કરીનાએ જણાવ્યું હતું કે આ વર્ષે મધર્સ ડે પર દરેક બાળકને જીવિત રાખવાનો સંકલ્પ તેણે લીધો છે. બાળક કોઈપણ સ્થિતીમાં જન્મેલું હોય તેનું જીવન અમૂલ્ય છે. યૂનીસેફએ આ સાથે જ એવરી ચાઈલ્ડ અલાઈવ નામના કેમ્પેનની શરૂઆત પણ કરી છે. કરીનાએ આ વાતની ખુશી વ્યક્ત કરી હતી કે રેડિયો જોકી તરીકે તે આ કેમ્પેનમાં જોડાઈ છે અને દેશભરમાં બાળકોના સ્વાસ્થ્ય અને ટીકાકરણ માટે જાગૃતી ફેલાવવામાં મદદ કરશે. રેડિયો 4 ચાઈલ્ડ એવોર્ડ 2019નો ભાગ બનવા બદલ તેણે ખુશી વ્યક્ત કરી હતી.  પોતાનો અનુભવ શેર કરતાં જણાવ્યું હતું કે તૈમૂરના જન્મ પછી તે ડોક્ટર સાથે ઘણી ચર્ચાઓ કરતી. ડોક્ટરએ જણાવેલી દરેક વાતનું પાલન તે આજ સુધી કરે છે. 





from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VRFU01
via Latest Gujarati News

Post a Comment

0 Comments