
અમદાવાદ, 11 મે 2019, શનિવાર
આપણા સમાજમાં લગ્નનું ખાસ મહત્વ છે. લગ્ન સંબંધ સૌથી વધારે પવિત્ર સંબંધ માનવામાં આવે છે. બે વ્યક્તિ એકબીજા સાથે જીવનભર રહેવાનો નિર્ણય કરે છે ત્યારે સમાજમાં તેના લગ્ન કરાવવામાં આવે છે. લગ્નગ્રંથીથી જોડાઈ યુગલ એકબીજા સાથે સુખમયી જીવન જીવે છે અને એકબીજાનો સાથે સુખદુખમાં પણ નિભાવવાનો સંકલ્પ કરે છે. આ નિર્ણય જીવનભરનો હોવાથી જીવનસાથીની પસંદગી પણ યુવક અને યુવતીઓ ગંભીરતાથી કરે છે. પાર્ટનરની પસંદગી કરતી વખતે યુવતીઓ કઈ કઈ વાતોનું ધ્યાન રાખે છે જાણી લો આજે.
આત્મવિશ્વાસનું સ્તર
આત્મવિશ્વાસને સૌથી વધારે મહત્વ યુવતીઓ આપે છે. એક સર્વે અનુસાર આત્મવિશ્વાસની ખામી જેમના વ્યક્તિત્વમાં હોય તે જીવનની સમસ્યાઓને દૂર કરવામાં નબળા પડે છે. આવા પાર્ટનર સંવાદ કરવાનું પણ ટાળે છે અને તેઓ પોતાના સંબંધને લઈ અસુરક્ષિત હોય છે. આવા લોકો ફરિયાદ કરતા પણ ડરે છે. પાર્ટનર જ્યારે ચર્ચા કરવાનું ટાળે તો તેમાં આત્મવિશ્વાસની ખામી હોય છે અને તેની અસર દાંપત્યજીવન પર થઈ શકે છે.
મિત્રો અને શોખનો અભાવ
મિત્રો ન હોય, પાર્ટીમાં મિત્રોને આમંત્રણ ન આપે, હંમેશા એકલા રહેવાનું પસંદ કરે તેવા વ્યક્તિ અસુરક્ષિત હોય છે. આવા પાર્ટનરને પસંદ કરવાનું યુવતીઓ મોટાભાગે ટાળે છે.
અતિ ઈમોશનલ
વખાણ કરે તે પાર્ટનર યુવતીઓને પસંદ હોય છે પરંતુ વખાણ કરતાં કરતાં અતિ ભાવુક થઈ જાય, વારંવાર પુછે કે તે તેને પ્રેમ કરે છે કે નહીં, તેને છોડીને જતી તો નહીં રહેને તેવા પ્રશ્નો કરતાં પાર્ટનર અસુરક્ષાની લાગણીથી પીડિત હોય છે. આ અસુરક્ષા દાંપત્યજીવન માટે જોખમી સાબિત થાય છે.
from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vOIjtC
via Latest Gujarati News
0 Comments