
નવી દિલ્હી, તા. 11 મે 2019, શનિવાર
દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ પણ 'નમો ટીવી' પર ચૂંટણી સંબંધિત પ્રસારણ કરવા પર ભાજપને એક નોટિસ મોકલી છે. એક સિનિયર અધિકારીએ આ જાણકારી આપી છે. દિલ્હીની સાતેય બેઠકો પર આવતીકાલે મતદાન થવાનું છે.
અધિકારીએ જણાવ્યું કેસ ભાજપને નોટિસ મોકલવામાં આવી. ચૂંટણી પ્રચાર પૂર્ણ થઇ જવા છતાં 'નમો ટીવી' પર ચૂંટણી સંબંધિત કંટેન્ટના પ્રસારણને લઇને ભાજપને નોટિસ મોકલવામાં આવી છે. શનિવાર સાંજ સુધીમાં પાર્ટીને જવાબ આપવા જણાવાયું છે.
ઉલ્લેખનિય છે કે, ચૂંટણીપંચે નિર્દેશ કર્યો હતો કે, 'નમો ટીવી' પર દર્શાવવામાં આવતો કોઇ પણ કાર્યક્રમ પહેલા પ્રમાણિત કરવામાં આવે. જે બાદ ભાજપને પ્રમાણન વગર આ ચેનલમાં કોઇ પણ કંટેન્ટ પ્રસારિત નહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YpzDX4
via Latest Gujarati News
0 Comments