સંયુક્ત રાષ્ટ્રો, તા. 7 મે 2019, મંગળવાર
ફ્રાન્સે ભારત સહિત અમુક દેશોને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)નું કાયમી સભ્યપદ આપવાની વકીલાત કરી છે. ફ્રાન્સે કહ્યું કે ભારત, જર્મની, બ્રાઝિલ અને જાપાન જેવા દેશોને આનુષંગિક વાસ્તવિકતાઓને વધારે સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે UNSCમાં કાયમી સભ્ય તરીકે સામેલ કરવાની અત્યંત આવશ્યક્તા છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ફ્રાન્સના રાજદૂત ફ્રાન્કોઇસ ડેલાતરેએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ મુખ્ય સભ્યોને સામેલ કરવા ફ્રાન્સની રણનીતિક પ્રાથમિકતાઓમાં સામેલ છે. ફ્રાન્કોઇસે સંયુક્ત રાષ્ટ્રમાં જર્મનીના રાજદૂત ક્રિસ્ટોફ હ્યુસગન સાથે વાર્તાલાપ દરમિયાન આ વાત કહી.
તેમણે એ વાત પર ભાર મૂક્યો કે ફ્રાન્સ માને છે કે જર્મની, જાપાન, ભારત, બ્રાઝિલ અને ખાસ કરીને દક્ષિણ આફ્રિકાનું યોગ્ય પ્રતિનિધિત્વ સુરક્ષા પરિષદમાં નિષ્પક્ષ પ્રતિનિધિત્વ માટે અત્યંત આવશ્યક છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DT5UxU
via Latest Gujarati News
0 Comments