નવી દિલ્હી, તા. 16 મે, 2019, ગુરુવાર
લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે લાંબો સમયગાળો (સાત તબક્કા) હોવાના કારણે વિવિધ બજારમાં નાણાં ખેંચ સર્જાઈ છે. તો બીજી તરફ આ મુદ્દાને લઈને બેંકિંગ સિસ્ટમની તરલતા પર પણ પ્રતિકૂળ અસર થવા પામી હોવાનું નાણાં નિષ્ણાંતોએ જણાવ્યું હતું. તેમના મત મુજબ ચૂંટણીના કારણે સરકારનો ખર્ચ ઘટવાથી રોકડની ખેંચ ઉદ્ભવી છે.
નિષ્ણાંતો પાસે ઉપલબ્ધ બેંકિંગ લિક્વિડીટી ડેટા મુજબ હાલ તરલતાની ઘટ રૂ. ૪૦,૮૫૯ કરોડ છે. ગયા વર્ષે સમાન ગાળામાં બેન્કિંગ સિસ્ટમમાં રૂા. ૧૫,૮૫૭ કરોડ સરપ્લસ હતા. અત્યારની સ્થિતિ અસાધારણ છે અને તે વ્યાજદરમાં ઘટાડાનો લાભ લોનધારકોને આપવામાં અવરોધરૂપ પુરવાર થઈ શકે છે.
એપ્રિલમાં તરલતાની ઘટ અસાધારણ છે. સરકારી ખર્ચના અભાવે બેન્કિંગ સિસ્ટમમાં ઘટ ઉભી થઈ છે. સરકારના ખર્ચના અભાવે આગામી બે સપ્તાહમાં સિસ્ટમમાં તરલતાની ઘટ વધવાની શક્યતા છે.
એપ્રિલમાં તરલતાની ઘટ રૂ. ૧.૪૯ લાખ કરોડ છે, જે બેન્કિંગ સિસ્ટમમાં રોકડની ખેંચ દર્શાવે છે. એપ્રિલથી સરકારનો ખર્ચ લગભગ સંપૂર્ણ અટકી ગયો છે. તેને લીધે તરલતાની ખેંચમાં અસાધારણ વધારો નોંધાયો છે. ચૂંટણી પૂરી થયા પછી સ્થિતિમાં સુધારાનો અંદાજ છે. એપ્રિલમાં તરલતાની ઘટ ૧.૪૯ લાખ કરોડ છે, જે બેન્કિંગ સિસ્ટમમાં રોકડની ખેંચ દર્શાવે છે.
આવતા મહિનાથી સરકાર ચૂંટણી પછી ખર્ચ શરૂ કરશે ત્યારે સિસ્ટમ સરપ્લસ લિક્વિડીટીની સ્થિતિમાં આવશે. એપ્રિલ ૨૦૧૯માં થાપણ અને ધિરાણવૃદ્ધિમાં ઘટાડો નોંધાયો છે. અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં બંનેમાં સાધારણ ઘટાડો નોંધાયો છે.
આંકડા પ્રમાણે ૨૬ એપ્રિલ, ૨૦૧૯ના રોજ ડિપોઝીટમાં વાર્ષિક ધોરણે ૯.૭ ટકા વધારો નોંધાયો હતો, જે અગાઉના વર્ષની તુલનામાં ૨ ટકા વધ્યું છે. આ જ દિવસે ધિરાણવૃદ્ધિ ૧૩ ટકા હતી, જે અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં ૦.૭ ટકા વધુ છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HwiUug
via Latest Gujarati News
0 Comments