
અમદાવાદ, 8 મે 2019, બુધવાર
ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે જરૂરી છે. શરીરમાં પાણી પૂરતા પ્રમાણમાં ન હોય તો બીમારીઓ થાય છે. જો કે ઉનાળામાં કેટલાક એવા ફળ અને શાક મળે છે જેનું સેવન કરવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે. ઉનાળામાં કાકડીનું સેવન કરવું લાભકારી છે. રોજીંદા આહારમાં કાકડીનો સમાવેશ કરવાથી પેટની અનેક સમસ્યાઓ દૂર થાય છે. કાકડીમાં જે પોષક તત્વો હોય છે તે શરીરને લાભ કરે છે.
કાકડી ત્વચાને પણ સુંદર બનાવે છે અને તેમાં કેલેરીનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. કાકડી ત્વચાને સ્વસ્થ રાખે છે અને ડેડ સેલ્સને દૂર કરી ટેનિંગ ઘટાડે છે. તેનાથી અન્ય કયા કયા લાભ થાય છે તે ચાલો જણાવીએ તમને વિગતવાર
પેટની સમસ્યા અને કાકડી
કાકડીમાં ઈરેપ્સિન નામનું એંજાઈમ હોય છે જે પ્રોટીનને પચાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત કાકડીમાં જે પોષક તત્વો હોય છે તે પેટની બીમારીઓને પણ દૂર કરે છે. કાકડીમાં 96 ટકા પાણી હોય છે તેથી તે પાચનક્રિયાને પણ સુધારે છે. કાકડીનું સેવન કરવાથી કબજિયાત દૂર થાય છે અને ખોરાક પણ સરળતાથી પચે છે.
વજન ઘટાડે છે કાકડી
વજન ઘટાડવાની ઈચ્છા જેમને હોય તેમણે રોજીંદા આહારમાં કાકડીનો સમાવેશ કરવો જ જોઈએ. 100 ગ્રામ કાકડીમાં 15.54 ટકા કેલેરી હોય છે. એટલા માટે કાકડીનું સલાડ નિયમિત રીતે ખાવું જોઈએ.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vJ0NLV
via Latest Gujarati News
0 Comments