રોબર્ટ વાડ્રાને જેલના દરવાજા સુધી પહોંચાડ્યો, હવે અંદર પણ મોકલીશઃ પીએમ મોદી

નવી દિલ્હી, તા. 8. મે. 2019 મંગળવાર

હરિયાણાના ફતેહાબાદમાં ચૂંટણી સભાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, 23 મેના રોજ ફરી કમળ ખિલવાનુ છે તે નક્કી છે. કોંગ્રેસને તેનો ચહેરો અરિસામાં જોવા મળી જશે.

તેમણે કહ્યુ હતુ કે, આજે લોકોના આશીર્વાદથી દેશની સેવા કરવાનો મોકો મળ્યો છે અને તેના કારણે જ દુનિયામાં ભારતનો ડંકો વાગી ગયો છે.2014 પહેલા પાકિસ્તાન આપણા જવાનો સાથે બર્બરતાપૂર્ણ વહ્યવાહ કરતુ હતુ.કેન્દ્રમાં બેઠેલી કોંગ્રેસની સરકાર માત્ર નિવેદનો આપતી હતી.આતંકવાદીહુમલા થતા હતા પણ કોંગ્રેસ માત્ર નિેવદન જ આપતી હતી પણ દેશવાસીઓએ 2014માં બનાવેલી સરકાર બાદ હવે સેના પાકિસ્તાનને તેના ઘરમાં ઘૂસીને મારે છે.જે આતંકવાદી દેશને ડરાવતા હતા તે આજે ડરીને બેઠા છે.મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનુ કામ કોંગ્રેસ નહોતી કરી શકી કારણકે તેમની દાનત નહોતી અને નીતિ પણ નહોતી.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, હરિયાણના શહીદોના પરિવારો માટે કોંગ્રેસે કશુ કર્યુ નથી.આ પાર્ટી દેશ કેવી રીતે ચલાવશે.કોંગ્રેસના રાજમાં લોકોએ રડવુ જ પડ્યુ છે.નથી વળતર મળ્યુ, નથી વિકાસ થયો, નથી જવાનો કે પોલીસને સન્માન મળ્યુ.હરિયાણામાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખેડૂતની જમીન હડપ કરી લેવાનો ખેલ ચાલતો હતો.જમીન હડપી લેનારાઓને ચોકીદાર કોર્ટમાં લઈ ગયો છે.આજે તેઓ જામીન માટે કોર્ટના ચક્કર કાપે છે.

પીએમ મોદીએ રોબર્ટ વાડ્રા પર વ્યંગ કરતા કહ્યુ હતુ કે, ખેડૂતોની જમીન પડાવી લેનારાને જેલના દરવાજા સુધી પહોંચાડી દીધા છે.આગામી પાંચ વર્ષ દરમિયાન અંદર પણ મોકલી દઈશ.મને તમારા આશીર્વાદની જરુર છે.દેશને જેમણે લૂંટ્યો છે તેમણે વ્યાજ સાથે હિસાબ ચુકવવો પડશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H4VE6r
via Latest Gujarati News

Post a Comment

0 Comments