અમને બેવકૂફ સમજો છો તમે ? પ્લીઝ સ્ટોપ ઇટ

મુંબઇ તા. 20 મે 2019 સોમવાર

ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરને સોશ્યલ મિડિયા પર વધુ એક વખત ટ્રોલ થવાનો વારો આવ્યોે હતો જ્યારે લોકોએ જાહેરમાં સવાલ કર્યો હતો કે તમે અમને બેવકૂફ સમજો છો કે ?

બન્યું એવું કે કરણ જોહરે પોતાની લેટેસ્ટ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યર ટુને હિટ ગણાવતી ટ્વીટ કરી હતી. એ સાથે લોકો એના પર તૂટી પડયા હતા અને વળતો પ્રહાર કર્યો હતો કે તમે અમને બેવકૂફ સમજો છો ? તમારી આ ફિલ્મ બોક્સ ઑફિસ પર પીટાઇ ગઇ છે. તમે રોકેલાં નાણાં પણ પાછાં મળ્યાં નથી એવા અહેવાલ છે. તો તમે ક્યા આધારે એને હિટ ગણાવો છો ?

૨૦૧૨માં કરણે પોતે ડાયરેક્ટ કરેલી ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યર હિટ નીવડી હતી અને એના ત્રણમાંના બે કલાકાર આલિયા ભટ્ટ અને વરુણ ધવન અત્યારે એ લિસ્ટના કલાકારો ગણાય છે.

તાજેતરમાં ટાઇગર શ્રોફની બાગી ટુ હિટ નીવડતાં કરણે સ્ટુડન્ટ ઑફ ધી યરની સિક્વલમાં ટાઇગરને સાઇન કર્યો હતો. ઓરિજિનલમાં બે હીરો અને એક હીરોઇન હતી એની સામે સિક્વલમાં બે હીરોઇન સામે એક હીરો રાખ્યો હતો. ટાઇગર સાથે અનન્યા પાંડે અને તારા સૂતરિયા ચમક્યાં હતાં. ફિલ્મ બોક્સ ઑફિસ પર પીટાઇ ગઇ હતી.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WSVl57
via Latest Gujarati News

Post a Comment

0 Comments