કેન્ડલ જેનર વૉગના કવર પર ચમકશે

લોસ એંજલ્સ  તા. 20 મે 2019 સોમવાર

સુપર મોડેલ કેન્ડલ જેનર જગવિખ્યાત મેગેઝિન વૉગની ઓસ્ટ્રેલિયન આવૃત્તિના જૂનના અંકના કવર પર ચમકશે એવા અહેવાલ પ્રગટ થયા હતા.

તાજેતરમાં આ કવર માટે ફોટો શૂટ થયું હતું. આ અંકમાં કેન્ડલનો ઇન્ટરવ્યૂ પણ પ્રગટ થશે જેમાં એણે પહેલીવાર પોતાના અફેરની પણ વાત કરી હોવાનંુ કહેવાય છે.

૨૩ વર્ષની આ સુપરમોડેલ કહે છે કે મારા માટે મારા સંબંધો અને પ્રોજેક્ટ્સ અત્યંત મહત્ત્વના અને પવિત્ર છે. લાંબા સમયથી તમે જેને પિછાણતા ન હો એવા સંબંધોની જાહેરમાં વાતો કરવાનું યોગ્ય નથી એમ હું માનું છું. કેટલાક સંબંધો તાત્પૂરતા હોય છે, એ કાયમી હોતા નથી  એટલે એેની વાત મિડિયા સાથે ન કરવી જોઇએ એમ હું માનું છું.

'હજુ હું બહુ નાની છું અને મારે બહુ લાંબી મજલ કાપવાની છે એટલે અત્યારથી હું અફેર્સમાં અટવાઇ જાઉં તો મારી કારકિર્દીને ઘણું નુકસાન થઇ જાય એવું મને લાગે છે' એમ કેન્ડલે કહ્યું હતું.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VVgbVm
via Latest Gujarati News

Post a Comment

0 Comments