જેમ્સ ગન હવે હોરર ફિલ્મ બનાવે છે

લોસ એંજલ્સ તા. 20 મે 2019 સોમવાર

હોલિવૂડના ખમતીધર ફિલ્મ સર્જક જેમ્સ ગન હવે બ્રાઇટબર્ન નામની હોરર ફિલ્મની તૈયારી કરી રહ્યા છે અને એ માટે અભિનેત્રી એલિઝાબેથ બેંક્સને સાઇન કરી હતી.

માર્વેલ સિનેમેટિક યુનિવર્સ માટે ગાર્ડિયન્સ ઑફ ગેલેક્સી જેવી સુપરહિટ ફિલ્મ આપનારા ગને કહ્યું હતું કે હવે મેં હોરર ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો હતો. સુપરહીરો જોેનરમાં આ ફિલ્મ નવી ભાત પાડે એવું મને લાગવાથી મેં હા પાડી હતી.

'સુપરહીરો જોનરમાં આપણે અગાઉ કદી ન જોયું હોય એવું આ ફિલ્મમાં જોવા મળશે. અણીશુદ્ધ હોરર એંગલથી આ ફિલ્મમાં સુપરહીરો જોવા મળશે. એક એવો બળવાન પરગ્રહવાસી પૃથ્વી પર આવશે જેનો સામનો આ સુપરહીરો કરશે, ' એમ જેમ્સ ગને કહ્યુ ંહતું.ઔએણે ઉમેર્યું હતંુ કે ટોરી માને છે કે પોતાનો પુત્ર વિશ્વને ચમકાવશે પરંતુ એવું નથી. આ બાળક ખરેખર તો ભૂત (ઘોસ્ટ) છે અને પાશવી શક્તિ ધરાવે છે. આ ફિલ્મની કથાને અમે એ રીતે આગળ વધારી છે.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HEbXHx
via Latest Gujarati News

Post a Comment

0 Comments