આમિર ખાન માટે હીરોઇનની તલાશ શરૃ

મુંબઇ તા. 20 મે 2019 સોમવાર

હોલિવૂડની હિટ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પ પરથી હિન્દીમાં બનનારી ફિલ્મ લાલ સિંઘ ચડ્ડા માટે હીરોઇનની તલાશ શરૃ થઇ હોવાની માહિતી મળી હતી.

આ ફિલ્મમાં બોલિવૂડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન ચમકી રહ્યો છે.  અત્યારે બે નામો વહેતાં થયાં છે જેમાં યામી ગૌતમ અને કૃતિ સનેન મુખ્ય છે. આ બેમાંથી આમિરની પસંદગી કોના પર ઢોળાય છે એ જોવાનંુ છે. આમિર પોતે જે ફિલ્મ કરતો હોય એના તમામ પાસાં પર નજર રાખે છે એ હકીકત સૌ કોઇ જાણે છે. 

ઓરિજિનલ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પમાં રોબિન રાઇટે હીરોઇનનો રોલ ભજવ્યો હતો. લેટેસ્ટ માહિતી મુજબ યુવાન હીરોઇનોનાં ઓડિશન્સ શરૃ થયાં હતાં. કોના પર પસંદગી ઢોળાય છે એે જોવાનું રસપ્રદ બની રહેશે.

ફિલ્મની નિકટનાં સૂત્રોએ જણાવ્યા મુજબ પહેલું ઓડિશન કૃતિનું થયું હતું અને સારું ગયું હતું પરંતુ ત્યારબાદ યામીનું ઓડિશન થયું એ વધુ સારું ગયું હતું કારણ કે યામીનો ચહેરો વધુ એક્સપ્રેસિવ (બોલકો ) છે.

સાથોસાથ યુવાન ફોરેસ્ટ ગમ્પની શોધ પણ થઇ રહી છે. યુવાન પાત્ર સારું હોય તો આમિરના સિનિયર તરીકેના પાત્રને કથાપ્રવાહ આગળ વધારવાનું સહેલું થઇ પડે એટલે એની તલાશ પણ થઇ રહી છે.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ei62ao
via Latest Gujarati News

Post a Comment

0 Comments