મુંબઇ તા. 20 મે 2019 સોમવાર
અનુષ્કા શર્માની હિટ ફિલ્મ એનએચ ૧૦ના ડાયરેક્ટર નવદીપ સિંઘની આગામી ફિલ્મ લાલ કપ્તાનના ફર્સ્ટ લૂકને રવિવારે રિલિઝ કરાયો હતો.
અગાઉ આ ફિલ્મને હન્ટર ટાઇટલ અપાયું હતું. હવે લાલ કપ્તાન ટાઇટલ છે. છોટે નવાબ સૈફ અલી ખાન એમાં પહેલીવાર નાગા સાધુનો રોલ કરે છે. ગયા વરસે જ્યારે આ પાત્ર વિશેની વિગતો રજૂ થઇ ત્યારે એણે સારી એવી ઉત્તેજના જગાડી હતી.
સૈફે કહ્યું હતું કે આ પાત્રના મેકપ માટે મારે રોજ સરેરાશ બે કલાક ફાળવવા પડતા હતા. રોજે રોજ જાણે નવો જંગ ખેલવાનો હોય એ રીતે ફિલ્મનું શૂટિંગ થતું હતું.
સૈફ અલી ખાને વધુમાં એવી માહિતી આપી હતી કે ફિલ્મને સચોટ બનાવવા રાજસ્થાનના ધૂળ અને કાદવથી ખદબદતા વિસ્તારોમાં શૂટિંગ કરાયું હતું. અગાઉ કદી જોવા ન મળ્યા હોય એવાં લોકેશનો પર આ શૂટિંગ થતું હતું. 'મારો રોલ એક કિન્નાખોર નાગા સાધુનો છે. એ બદલો લેવા ઝંખે છે. એ એક બ્રિટિશ સૈનિકની હત્યા કરી નાખે છે અને પોતે અત્યંત ઠંડા મિજાજનો છે એવું દર્શાવવા માથા પર ખાસ વસ્ત્ર પહેરે છે.
ગયા વરસે જ્યારે નવદીપ સિંઘે સૈફ અલી ખાનનો લૂક રિલિઝ કર્યો ત્યારે પાઇરેટ્સ ઑફ કેરેબિયન્સના જેક સ્પેરો (અભિનેતા જ્હૉની ડેપ) સાથે આ પાત્ર મળતું આવે છે એવા આક્ષેપ થયા હતા
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EkVib9
via Latest Gujarati News
0 Comments