નવી દિલ્હી, તા. 20 મે 2019 સોમવાર
એક્ઝિટ પોલ પર ભાજપે ઉત્સાહિત પ્રતિક્રિયા આપી અને કહ્યુ કે આનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પક્ષમાં વાતાવરણની જાણ થઈ રહી છે. ચૂંટણી પરિણામની જાહેરાત પહેલા આવેલા વિભિન્ન એક્ઝિટ પોલમાં હાજર રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)સરકારની વાપસીનું પૂર્વાનુમાન જણાવાઈ રહ્યુ છે.
જોકે વિપક્ષી દળોએ એક્ઝિટ પોલને ફગાવી દીધુ છે. કોંગ્રેસ નેતા શશિ થરૂરે દાવો કર્યો કે એક્ઝિટ પોલ ખોટા હોય છે. તેમણે પોતાની વાત સાચી સાબિત કરવા માટે ઓસ્ટ્રેલિયાની ચૂંટણીનો હવાલો આપ્યો જ્યાં કેટલાક એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા.
શશિ થરૂરે પોતાના ટ્વીટમાં લખ્યુ મને એવુ લાગે છે કે એક્ઝિટ પોલ ખોટા સાબિત થાય છે. ઑસ્ટ્રેલિયામાં ગત વીકેન્ડમાં 56 અલગ-અલગ એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા. ભારતમાં પણ કેટલાક લોકો સર્વે કરનારાને સાચા ગણાવે છે કેમ કે તેમને એ ડર હોય છે કે આ સરકારનો માણસ છે. અમે 23 મેએ સાચા પરિણામોની રાહ જોઈએ છીએ.
ભાજપ પ્રવક્તા જી.વી.એલ નરસિમ્હા રાવે કહ્યુ કે લોકોએ મોદીના સારા વહીવટીતંત્રને પુરસ્કાર આપ્યો છે. તેમણે કહ્યુ, એક્ઝિટ પોલથી નરેન્દ્ર મોદીના નેતૃત્વ માટે ઘણુ સકારાત્મક મતદાન થયાનો સ્પષ્ટ સંકેત મળે છે. મોદીએ અતુલ્ય સમર્પણથી દેશની સેવા કરી છે.
લોકો સારા વહીવટીતંત્રને પુરસ્કાર આપે છે, આ એકવાર ફરીથી ઉત્સાહજનક જનમતથી સાબિત થયો છે. આવુ ખરાબ બોલનારને તે વિપક્ષને તમાચો છે જે આધારહીન આરોપ લગાવે છે અને ખોટુ બોલે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HD6T6d
via Latest Gujarati News
0 Comments