લોસ એંજલ્સ તા. 20 મે 2019 સોમવાર
સુપર મોડેલ કમ અભિનેત્રી કાઇલી જેનર અને એની ખાસ બહેનપણી જોર્ડન જેનરની દોસ્તીમાં તિરાડ પડી હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
જોર્ડને કાઇલીને ત્યાંથી પોતાનો તમામ સરસામાન ખાલી કરાવ્યો હતો અને કેલિફોર્નિયન હિલ્સ પરના પોતાના નવા ઘરે રહેવા ગઇ હતી એવા અહેવાલ ડેઇલીમેલ કો યુકે ડૉટ કોમમાં પ્રગટ થયા હતા.
પોતાની ઓળખ છૂપાવીને એક સૂત્રે કહ્યંુ હતું કે જોર્ડીન હવે કર્દાશિયાં પરિવાર સાથે જોડાયેલી રહી નથી એટલે એણે કાઇલીને ત્યાંથી ખસી જવું જોઇએ અનેે પોતાનો સામાન લઇને ચાલતી પકડવી જોઇએ. હવે એ પોતાનો સામાન કાઇલીને ત્યાં રહેવા દે એ હાસ્યાસ્પદ અને અપમાનજનક કહેવાય.
આ વર્ષના ફેબુ્રઆરીમાં જોર્ડને ખોલ-કર્દાશિયાના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ટ્રિસાન થોમ્પસનને જાહેરમાં કીસ કરી ત્યારબાદ આ જિગરી બહેનપણીઓના સંબંધમાં તિરાડ પડી હતી. કાઇલીએ જોર્ડનને પોતાને ત્યાંથી ખસેડવાનો નિર્ણય કરી લીધો હતો. ગયા સપ્તાહે જોર્ડન કાઇલીને ત્યાં આવી ત્યારે કાઇલી હાજર નહોતી પરંતુ જોર્ડન માટે સંદેશો હતો કે એણે પોતાનો સરસામાન લઇને આ ઘર ખાલી કરી દેવું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2w9ZaY2
via Latest Gujarati News
0 Comments