ડાયરેક્ટરે પોતે ફિલ્મ છોડી દીધી

મુંબઇ તા. 20 મે 2019 સોમવાર

જેના શરીરમાં એક ઊભયલિંગી પાત્રનો આત્મા આવીને ખળભળાટ સર્જે છે એવી કથા ધરાવતી ૨૦૧૧ની હિટ તમિળ ફિલ્મની હિન્દી રિમેકના ડાયરેક્ટર રાઘવ લોરેન્સે ફિલ્મ ફ્લોર પર જાય એ પહેલાંજ છોડી દીધી હતી.

૨૦૧૧માં બનેલી તમિળ ફિલ્મ મુનિ ટુ કંચનાની હિન્દી રિમેક લક્ષ્મી બોંબના નામે બનવાની છે. અક્ષય કુમાર એમાં મુખ્ય રોલ કરવાનો છે. એણે શનિવારે આ ફિલ્મના પોસ્ટરને સોશ્યલ મિડિયા પર રજૂ કર્યું હતું. 

એ વાતે ફિલ્મના ડાયરેક્ટર રાઘવ લોરેન્સ નારાજ થયા હતા.  અક્ષય કુમારે મારી પરવાનગી વિના કે મને જાણ કર્યા વિના આ રીતે ફિલ્મનું પોસ્ટર સોશ્યલ મિડિયા પર રિલિઝ ન કરવું જોઇએ એવો અભિપ્રાય લોરેન્સે રજૂ કર્યો હતો. તેમની દ્રષ્ટિએ આ ફિલ્મ એવા પ્રકારની છે કે એેની ગુપ્તતા જળવાઇ રહે એ અનિવાર્ય હતું.

લોરેન્સના આ પગલાંથી સમગ્ર બોલિવૂડને આંચકો લાગ્યો હતો. બોલિવૂડમાં મોટા ભાગના ડાયરેક્ટર્સ સુપર સ્ટાર્સના ઇશારે ચાલતાં હોય છે. અક્ષય કુમાર એવોજ એક સુપર સ્ટાર છે જેની મોટા ભાગની ફિલ્મો એના નામ અને કામ પર હિટ ગઇ છે.

જો કે રાઘન લોરેન્સને જાણનારા વર્તુળો કહે છે કે રાઘવ પહેલેથી સમજી ગયા હતા કે આ એક ભૂતકથા છે એટલે એનું બેક સીટ ડ્રાઇવિંગ થશે. આમિર ખાન, સલમાન ખાન અને શાહરુખ ખાન જેવા સુપર સ્ટાર્સ બેક સીટ ડ્રાઇવિંગ કરતા રહ્યા છે. 

આ ફિલ્મનું બેક સીટ ડ્રાઇવિંગ અક્ષય કુમાર કરે એના કરતાં પોતે ફિલ્મ છોડી દેવાનું લોરેન્સને વધુ યોગ્ય લાગ્યું હતું. રાઘવ જૂનવાણી સ્કૂલના ડાયરેક્ટર છે જે એમ માને છે કે ફિલ્મનું સુકાન એકસો ટકા ડાયરેક્ટરના હાથમાં રહેવું જોઇએ.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QbjRMx
via Latest Gujarati News

Post a Comment

0 Comments