મુંબઇ તા. 20 મે 2019 સોમવાર
અર્જુન કપૂરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડને કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડે એવી સૂચના આપી હતી કે ફિલ્મમાંથી ભગવદ્ ગીતા અને કુર્રાને શરીફના તમામ સંદર્ભો દૂર કરો પછી તમને સેન્સર સર્ટિફિકેટ મળશે.
માહિતગાર વર્તુળોએ કહ્યું હતું કે સેન્સર બોર્ડે પોતાના ગુ્રપમાં હવે ધાર્મિક બાબતોના નિષ્ણાતોને સાથે રાખ્યા હોવાની છાપ પડી હતી. ફિલ્મ જ્યારે સર્ટિફિકેશન માટે આવી ત્યારે લગભગ સંપૂર્ણ બહુમતીથી ફિલ્મ સર્જકોને એવી ચેતવણી અપાઇ હતી કે ફિલ્મમાંથી ભગવદ્ ગીતા અને કુર્રાને શરીફને લગતા જેટલા ઉલ્લેખો અને સંદર્ભો છે એ દૂર કરો.
તાજેતરની સંસદીય ચૂંટણી વખતે કેટલીક બાબતોએ બિનજરૃરી વિવાદો સર્જાયા હતા. એ ધ્યાનમાં રાખીને સેન્સર બોર્ડ હવે ચેતી ચેતીને પગલાં ભરે છે. જરા અમથી વાતે મોટો વિવાદ સર્જાય એના કરતાં અગમચેતી કાં ન વાપરવી એવો સેન્સર બોર્ડનો અભિપ્રાય હોય એવું લાગે છે.
સેન્સર બોર્ડના એક સભ્યે પોતાનું નામ નહીં આપવાની શરતે કહ્યું કે અમને સૌને ફિલ્મ ખૂબ ગમી હતી. ફિલ્મ સર્જક રાજ કુમાર ગુપ્તાએ બહુ સરસ કામ કર્યું છે પરંતુ એક જગ્યાએ ગીતા અને કુરાનનો ઉલ્લેખ એવો છે જે દર્શકોને અકળાવી મૂકે એટલે ત્યાં અમારે ન છૂટકે એવો નિર્ણય લેવો પડયો હતો કે આ સંદર્ભો કઢાવી નાખવા.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JsNWGH
via Latest Gujarati News
0 Comments