
નવી દિલ્હી, તા. 20 મે 2019, સોમવાર
લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાનના બીજા જ દિવસે ઓઇલ કંપનીઓએ ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારી દીધાં છે. દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલ 9 પૈસા જ્યારે કોલકત્તામાં 8 પૈસા મોંઘું થયું. આવી જ રીતે ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ 10 પૈસા પ્રતિ લીટર થયું છે. જ્યારે ડીઝલના ભાવ દિલ્હી અને કોલકત્તામાં 15 પૈસા અને મુંબઇ ચેન્નઇમાં 16 પૈસા પ્રતિ લીટર થયું છે.
આ સાથે જ દિલ્હી, કોલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ વધીને ક્રમશ: રૂ. 71.12, રૂ. 73.19, રૂ. 76.73 અને 73.82 પ્રતિ લીટર થયો છે. તેમજ ડીઝલના ભાવ પણ ક્રમશ: રૂ. 66.11, રૂ. 67.86, રૂ. 69.27 અને રૂ. 69.88 થયાં છે.
જાણકારોનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલમાં આવેલી તેજીના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં હાલ કોઇ રાહત મળવાની કોઇ શક્યતા નથી. આગામી દિવસોમાં તેલના ભાવોમાં 2 થી 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઇ શકે છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VLpwPn
via Latest Gujarati News
0 Comments