મલંગનું મારું પાત્ર ગ્રે શેડ્સ ધરાવે છે


મુંબઇ તા. 20 મે 2019 સોમવાર

બોલિવૂડના સિનિયર અભિનેતા અનિલ કપૂરે કહ્યું હતું કે મારી આગામી ફિલ્મ મલંગનું મારું પાત્ર ગ્રે શેડ્સ ધરાવે છે. આમ જુઓ તો ફિલ્મનાં ચારે મુખ્ય પાત્રો ગ્રે છે પરંતુ મારું પાત્ર ખૂબ વિચિત્ર છે. 

અત્યાર અગાઉ અનિલે ટોટલ ધમાલમાં અને એક લડકી કો દેખામાં જે પાત્રો ભજવ્યાં હતાં એના કરતાં આ પાત્ર વધુ તરંગી હોય એવું લાગે છે એમ ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રે કહ્યું હતું. આમ તો મલંગ ફિલ્મનાં ચારે મુખ્ય પાત્રો ગ્રે છે પરંતુ એમાંય અનિલનું પાત્ર વધુ વિચિત્ર છે.

આ પાત્ર પ્રત્યેક પળે રંગ બદલતું હોય એવંુ દર્શકને લાગશે. એ કોઇ બાબતે સ્થિર નથી. જે સમાજમાં એ રહે છે એે સમાજના ધારાધેારણ કે નીતિનિયમોમાં એ માનતો નથી. એ પોતાની રીતે જીવવામાં માને છે.

અનિલના પાત્રનો લૂક કેવો રહેશે એ હજુ નક્કી થઇ શક્યું નથી. અનિલ લગભગ રોજ ફિલ્મની ક્રિયેટીવ ટીમ સાથે આ બાબતે વિચાર વિનિમય કરતો રહે છે.

અનિલે પોતે કહ્યું હતું કે અનિસ બઝ્મીની પાગલપંતી કરતાં મલંગનો રોલ જુદો છે. એટલે બે પાત્રોને સરખાવવાનું યોગ્ય નહીં ગણાય. જો કે લગભગ બંને પાત્રોમાં સમાનતા એટલી જ છે કે એકમાં પૂર્ણપણે પાગલ લાગે એવું પાત્ર છે જ્યારે બીજામાં પાત્ર તરંગી અને વિચિત્ર છે, પાગલ જેવું લાગે પરંતુ ખરેખર પાગલ નથી.ઔએણે વધુમાં કહ્યું કે ડાયરેક્ટર મોહિત સૂરી પાસેની સ્ક્રીપ્ટ એકદમ જોરદાર છે અને ખાસ તો ફિલ્મનંુ સંગીત ટેરિફિક છે. આ ફિલ્મમાં મારી જોડે યુવાન કલાકારો આદિત્ય રોય કપૂર, કુણાલ ખેમુ અને દિશા પટની ચમકી રહ્યાં છે.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HIHJ63
via Latest Gujarati News

Post a Comment

0 Comments