ચેન્નઈ, તા. 20 મે 2019, સોમવાર
સોમવારે તિરુચિરાપલ્લીથી સિંગાપુરની એક ફ્લાઈટને ઈમરજન્સીમા ચેન્નઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરવામાં આવી.
સ્કોટ એરવેઝના વિમાનના કાર્ગોમાંથી ધુમાડો નીકળતા ચેન્નઈના એરપોર્ટમાં સવારે 3:40 વાગે લેન્ડિંગ કરવામા આવ્યુ. આ વિમાનમા 161 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેને સુરક્ષિત રીતે બહાર લાવવામા આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે, વિમાન એરપોર્ટમાં સુરક્ષિત લેન્ડ કરવામા આવ્યું. લેન્ડિંગ દરમિયાન કોઈપણ મુસાફરને ઈજા થઈ નથી. પાયલટે કોર્ગોમાંથી ધુમાડા નીકળતા જોયા અને વિમાનને ચેન્નઈમાં લેન્ડ કરવાનો નિર્ણય કર્યો.
વિમાનના પાયલટે ચેન્નઈ એરપોર્ટનો સંપર્ક કર્યો અને ઈમરજન્સીની સ્થિતિમાં વિમાનને લેન્ડ કરવાની મંજૂરી મળી. સાથે જ ચેન્નઈ એરપોર્ટે ફાયર બ્રિગેડના જવાનોને તૈયાર રાખ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YFrb5N
via Latest Gujarati News
0 Comments