મુંબઈ, તા. 20 મે 2019 સોમવાર
રાષ્ટ્રીય એરલાઈન્સ એર ઈન્ડિયાએ મુંબઈથી ન્યુયોર્ક સુધી જનારી ફ્લાઈટને બંધ કરી દીધી છે. ડિસેમ્બર 2018માં એર ઈન્ડિયાએ મુંબઈથી ન્યુયોર્કના જૉન એફ કેનેડી એરપોર્ટ માટે સીધી ફ્લાઈટ સર્વિસ શરૂ કરી હતી.
ઓછી માગ અને ભારે નુકસાનના કારણે એર ઈન્ડિયાએ ફ્લાઈટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. એરલાઈન્સ ઑફિશિયલ્સ તરફથી પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. એરલાઈન્સ મુંબઈથી નેવાર્ક સુધીની ડાયરેક્ટ ફ્લાઈટ્સને ઑપરેટ કરશે.
બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ ખાસુ નુકસાન એરલાઈન્સના પ્રવક્તા તરફથી કહેવામાં આવ્યુ છે કે મુંબઈથી ન્યુયોર્ક સુધીની ફ્લાઈટને અઠવાડિયામાં ત્રણ દિવસ ઑપરેટ કરવામાં આવતી હતી. ફેબ્રુઆરીમાં જ્યારે બાલાકોટ એર સ્ટ્રાઈક થઈ તો એર સ્પેસને બંધ કરી દીધી છે. આના કારણથી એરલાઈન સર્વિસને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાન જૂનમાં પોતાનું એરસ્પેસ ખોલી શકે છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2w4TP4c
via Latest Gujarati News
0 Comments