નીતીશ કુમારે ગોડસે અંગેના નિવેદન પર સાધ્વી પ્રજ્ઞાની આકરી ટીકા કરી

પટના, તા. 20 મે 2019, સોમવાર

બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂ અધ્યક્ષ નીતીશ કુમારે ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ટીકા કરી હતી. મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસે પર પ્રજ્ઞા ઠાકુરના વિવાદાસ્પદ નિવેદનની આલોચના કરતા નીતીશ કુમારે કહ્યું તે તેમની પાર્ટી આવી વાતો સહન નહીં કરે.

નીતીશ કુમારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ ખૂબ નિંદનીય છે. અમે આવી બાબતો સહન નહીં કરીએ. બાપુ રાષ્ટ્રપિતા છે અને કોઇ આ રીતે ગોડસેના ગુણગાન ગાય એ કોઇ સહન નહીં કરે. સાધ્વી પ્રજ્ઞાની ભાજપે પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવી જોઇએ કે કેમ એ સવાલના જવાબમાં નીતીશ કુમારે કહ્યું કે ભાજપે આ અંગે વિચાર કરવો જોઇએ.

તેમણે કહ્યું કે આ ભાજપનો આંતરિક મામલો છે પરંતુ જ્યાં સુધી દેશ કે વિચારધારાનો સવાલ છે ત્યારે આવી વાતો સહન કરવાનો સવાલ જ પેદા થતો નથી. બિહારના મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે અપરાધ, ભ્રષ્ટાચાર અને સાંપ્રદાયિક્તાના મુદ્દે કદી કોઇ સમાધાન કર્યું નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VA0WMn
via Latest Gujarati News

Post a Comment

0 Comments